Get The App

Matto Ki Saikil Trailer: ફિલ્મી પડદે સમાજને અરીસો બતાવનાર આ ડાયરેક્ટર કરશે એક્ટીંગમાં ડેબ્યુ

Updated: Aug 22nd, 2022

GS TEAM


Google News
Google News
Matto Ki Saikil Trailer: ફિલ્મી પડદે સમાજને અરીસો બતાવનાર આ ડાયરેક્ટર કરશે એક્ટીંગમાં ડેબ્યુ 1 - image


નવી મુંબઇ, તા.22 ઓગસ્ટ 2022, સોમવાર  

રાજનીતિ અને સામાજીક મુદ્દો પર સુંદર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ડાયરેક્ટર પ્રકાશ ઝાએ વર્ષ 2016 માં ફિલ્મ ગંગાજળથી પોતાનું એક્ટીંગ ડેબ્યૂ કર્યું હતુ. બોલીવૂડના પ્રખ્યાત નિર્દેશક અને ડાયરેક્ટર કોણ છે? તો આ સવાલનો જવાબ આપવાની જરુર હવે નહી પડે. પોતાની ઉમદા અને વાસ્તવિક કહાનીઓ દ્વારા લોકોને મોટા પર્દા પર સમાજનો આઇનો બતાવનારા પ્રકાશ ઝા હવે એક્ટીંગની દુનિયામાં પગલુ માંડવા જઇ રહ્યાં છે.

'મટ્ટો કી સાયકલ'નું ટ્રેલર રિલીઝ

નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'મટ્ટો કી સાયકલ'ને લઈને ચર્ચામાં છે.આ ફિલ્મમાં પ્રકાશ ઝા એક મજૂરનું પાત્ર ભજવી રહ્યા છે, જેના માટે સાયકલ જ તેની દુનિયા છે.

આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર અને ઈમોશનલ છે. મટ્ટો એક દૈનિક વેતન મજૂર છે જે તેના ચાર સભ્યોના પરિવાર માટે પૈસા કમાવવા માટે શહેરમાં સાયકલ ચલાવે છે. 

ફિલ્મની સ્ટોરી એક મજૂરની છે, જે બેબસી, લાચારી અને ગરીબી આ ત્રણેયનો સામનો તે કરી રહ્યો છે. આ મજદુર માટે તેની સાઇકલ બધુ જ છે, તેની દુનિયા અને ફિલ્મની સ્ટોરી પણ આ સાઇકલની આગળ પાછળ ફરે છે.

બે દિકરીઓ અને તેમના લગ્નની ચિંતા, તેમજ ઘરમાં રાશન લાવવાના પણ પૈસા નથી..આવી સ્થિતિમાં આ પરિવારને કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે આ ફિલ્મમાં દર્શાવાયુ છે.    

'મટ્ટુ કી સાયકલ' ફિલ્મની સ્ટોરી એક આશાભરી છે. પ્રકાશ ઝાની શાનદાર એક્ટિંગે બધાના દિલ જીતી લીધા છે.ફિલ્મમાં પ્રકાશ ઝા સિવાય અનિતા ચૌધરી,ડિમ્પી મિશ્રા, આરોહી શર્મા અને ઇધિકા રોય પણ છે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરનાં રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Tags :