Get The App

પોતાને રાષ્ટ્રીય સ્ટાર માનતા પ્રભાસની રાજાસાબ હિન્દીમાં ફલોપ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
પોતાને રાષ્ટ્રીય સ્ટાર માનતા પ્રભાસની રાજાસાબ હિન્દીમાં ફલોપ 1 - image

- સંજય દત્તની હાજરી પણ કામ ન આવી

- અગાઉ આદિપુરુષ, રાધે શ્યામ સહિતની ફિલ્મો પણ ફલોપ સાબિત થઈ હતી

મુંબઈ: 'બાહુબલિ' ફિલ્મની સફળતા  બાદ પોતાને ફક્ત સાઉથ જ નહિ પરંતુ ભારતનો સર્વાધિક લોકપ્રિય સ્ટાર માનવા માંડેલા પ્રભાસની તે પછીની ભાગ્યે જ કોઈ ફિલ્મ ચાલી છે. તેમાં પણ તેની મોટાભાગની ફિલ્મો હિન્દી વર્ઝનમાં સદંતર ફલોપ સાબિત થઈ રહી છે. હવે તેમાં 'રાજાસાબ' પણ ઉમેરો થયો છે. 

આ ફિલ્મ ૪૦૦ કરોડનાં બજેટમાં બની છે. તેનાં તમામ ભાષાઓનાં વર્ઝનની કમાણી વર્લ્ડવાઈડ ૧૦૦ કરોડને પાર થઈ ગઈ હોવાનો દાવો નિર્માતાઓ કરી રહ્યા છે. પરંતુ ટ્રેડ સૂત્રો કહે છે કે ફિલ્મ તેલુુગુ સિવાય અન્ય કોઈ વર્ઝનમાં ચાલી જ નથી.  હિન્દીમાં તો  થિયેટરોમાં માંડ પાંચથી દસ ટકા ઓક્યુપેન્સી જોવા મળી રહી છે.  હિન્દીની કમાણી ૧૧ કરોડ આસપાસ માંડ થઈ છે. આ ફિલ્મમાં સંજય દત્ત જેવો  બોલિવુડનો જાણીતો કલાકાર મહત્વની ભૂમિકામાં હોવા છતાં પણ હિન્દી બેલ્ટમાં તેને કોઈ ફાયદો થયો નથી. 

અગાઉ પ્રભાસની 'આદિપુરુષ' અને 'રાધેશ્યામ' સહિતની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર કંગાળ પ્રદર્શન કરનારી સાબિત થઈ હતી. સાઉથના કલાકારોમાંથી અલ્લુ અર્જુન અને યશ એ બે જ કલાકારોને પાછલાં પાંચ વર્ષમાં હિન્દીમાં ઉપરાછાપરી સફળતા મળી છે. તે સિવાય રામચરણ સહિતના મોટાભાગના સાઉથના કલાકારો હિન્દી બેલ્ટમાં ધોવાઈ ગયા છે.