સાલારમાં પ્રભાસની હિરોઈન શ્રીયા રેડ્ડી હશે
- શ્રીયાને ભાગે પણ એક્શન દૃશ્યો આવશે
- આદિપુરુષ વિવાદોમાં અટવાયા પછી હવે પ્રભાસને આ ફિલ્મ પર મોટી આશા
મુંબઇ : પ્રભાસની 'આદિપુરુષ' હાલ વિવાદોમાં સપડાઇ છે. હવે તેની આગામી ફિલ્મ 'સાલાર' પર ચાહકોની નજર છે. આ ફિલ્મમાં શ્રીયા રેડ્ડી પ્રભાસની હિરોઈન હોવાની જાહેરાત થઈ છે.
શ્રીયા આ ફિલ્મમાં એક્શન રોલમાં હશે. તે આ રોલ માટે તૈયારી કરતી હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે.
મૂળ તેલુગુમાં બનનારી 'સાલાર' સાઉથની તમામ ભાષા ઉપરાંત હિન્દીમાં પણ રીલીઝ કરાશે. 'આદિપુરુષ' જે રીતે વિવાદોમા ંસપડાઈ ેતે પછી પ્રભાસના પાન ઈન્ડિયા લોકપ્રિય સ્ટાર બનવાનાં સ્વપ્નને ધક્કો વાગ્યો છે. હવે તેને 'સાલાર' પર મોટી આશા છે.