Get The App

પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષે' રિલીઝ પહેલા જ કરી 400 કરોડથી વધુની કમાણી, કુલ બજેટના 85 ટકા વસૂલ

'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

સમગ્ર ભારતમાં ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે

Updated: Jun 3rd, 2023

GS TEAM


Google News
Google News
પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષે' રિલીઝ પહેલા જ કરી 400 કરોડથી વધુની કમાણી, કુલ બજેટના 85 ટકા વસૂલ 1 - image

સાઉથના સુપર સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષ હજુ સિનેમાઘરોમાં રિલિઝ પણ થયુ નથી અને આ ફિલ્મે 400 કરોડ કરતા પણ વધારે કમાણી કરી લીધી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ટોટલ બજેટના 85 ટકા રકમ વસૂલ કરી લીધી છે.

ફિલ્મ આધુનિક તકનીકોના ઉપયોગ દ્વારા બનાઈ 

ડાયરેક્ટર ઓમ રાઉતે જ્યારથી જાહેરાત કરી હતી કે તેઓ સિનેમાની આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને અદભૂત દ્રશ્યો સાથે રામાયણ પર એક એપિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તે સમાચાર બાદ લોકો ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ પ્રભુ શ્રીરામના રોલમાં પ્રભાસના કાસ્ટિંગે મામલો વધુ રસપ્રદ બનાવી દીધો હતો. 'આદિપુરુષ'ના નવા ટ્રેલર અને ગીતોને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. પ્રભાસ અને કૃતિ સેનનને ઓમ રાઉતના ભવ્ય વિઝન સાથે મોટા પડદા પર જોવા માટે લોકો ઉત્સાહિત છે.

ફિલ્મ 500 કરોડમાં બનાવવામાં આવી છે

'આદિપુરુષ' માટેનો આ ઉત્સાહ માત્ર દર્શકોમાં જ નથી, પરંતુ ફિલ્મ બિઝનેસમાં પણ આ ફિલ્મને ભારતીય સિનેમાની આગામી મોટી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર 'આદિપુરુષ' 500 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝ પહેલા જ તેણે તેના બજેટનો મોટો ભાગ વસૂલ કરી લીધો છે.

 ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સુત્રો અનુસાર 500 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે મોટા પડદા પર પહોંચતા પહેલા જ તેના બજેટનું લગભગ 85% બજેટ વસૂલ કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે 'આદિપુરુષ' માટે મેકર્સે માત્ર સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ અને અન્ય રાઇટ્સથી 247 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય દક્ષિણ ભારતના ફિલ્મ વિતરકો તરફથી ફિલ્મને 185 કરોડ રૂપિયાની મિનિમમ ગેરંટી મળી છે. બધું મળીને 'આદિપુરુષ'ની રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે.

ટ્રેડને માત્ર સાઉથની ફિલ્મથી જંગી કલેક્શનની અપેક્ષા

આદિપુરુષના ગીતો જે રીતે ચાર્ટબસ્ટર બન્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મ્યુઝિક રાઈટ્સ માટે જે પણ રકમ ખર્ચવામાં આવી છે તે ખૂબ જ ફાયદાકારક છે. એ જ રીતે આટલી મોટી ફિલ્મ પણ ટીવી અને OTT તરફથી નફાકારક સોદો સાબિત થશે. સાઉથ તરફથી 185 કરોડ રૂપિયાની મિનિમમ ગેરંટીનો અર્થ એ છે કે ટ્રેડને માત્ર સાઉથની ફિલ્મથી જંગી કલેક્શનની અપેક્ષા છે.

સમગ્ર ભારતમાં ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે

ફિલ્મ બિઝનેસના અંદાજ મુજબ માત્ર હિન્દી વર્ઝનથી જ આદિપુરુષ શરૂઆતના 3 દિવસમાં ઓછામાં ઓછા 100 કરોડની કમાણી કરે તેવી અપેક્ષા છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં પાંચ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે, જો તે તમામ વર્ઝનનો સમાવેશ કરીને પ્રથમ સપ્તાહમાં 200 કરોડ પણ કમાઈ લે તો કોઈ મોટી વાત નહીં હોય. આવી સ્થિતિમાં 'આદિપુરુષ'ના રાઈટ્સ અને ડીસ્ટ્રીબ્યુશન માટે ગમે તેટલી મોટી રકમ ખર્ચવામાં આવે તો પણ તેના બદલામાં જબરદસ્ત લાભ મળવાનું લગભગ નિશ્ચિત છે. ફિલ્મ રિલીઝ થવામાં 15 દિવસથી પણ ઓછો સમય બાકી છે અને હવે તમામની નજર ફિલ્મની કમાણી પર રહેશે.

Tags :