Get The App

પ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
પ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે 1 - image


- પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશે

- સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓની ગાથા રજૂ કરતી પિરિયડ ફિલ્મ હશે

મુંબઇ : મૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ 'ફૌજી'ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જોવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજો ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક  સૈનિકના રોલમાં જોવા મળશે. 

એક રીતે 'ફૌજી'માં 'કાંતારા'ની નકલ કરવામાં આવી છે. 'કાંતારા'માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ હતી. 

રાઘવપુડ્ડીએ કહ્યું હતું કે, આ ફિલ્મ એક સૈનિકની વીરતા  પર છે. તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશે. 

Tags :