પ્રભાસ અને મહેશબાબુએ કરોડોની જાહેરખબરો ઠુકરાવી
- સાઉથના સ્ટાર્સ બોલીવૂડ કલાકારો જેવા લાલચુ નથી
- રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર ભરોસો ન પડતાં પચ્ચીસ કરોડની એન્ડોર્સમેન્ટ ઓફર ફગાવી
મુંબઈ : સાઉથના કલાકારો મહેશબાબુ તથા પ્રભાસે તાજેતરમાં પચ્ચીસ કરોડની એક એન્ડોર્સમેન્ટ ઓફર ઠૂકરાવી દીધી હતી. તેમને એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની જાહેરખબર કરવા માટે કહેવાયું ન હતું. જોકે, કેટલાક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સમયસર પૂૂર્ણ થતા નથી અને બાદમાં વિવાદો થાય છે. તે જોતાં બહુ વિશ્વસનીય ન હોય તેવી કંપની, બ્રાન્ડ, પ્રોડક્ટ કે સર્વિસ સાથે નહિ જોડાવાની નીતિના ભાગરુપે તેમણે આ ઓફર ઠૂકરાવી હોવાનું કહેવાય છે.
તાજેતરમાં કેટલાક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ઘોંચમાં પડયા હોય અને બાદમાં તેને એન્ડોર્સ કરનારા સ્ટાર્સ પર પણ કેસ થયા હોય તેવા કિસ્સા બન્યા છે.
આ સંજોગોમાં સાઉથના સ્ટાર્સ બહુ સાચવી સાચવીને બ્રાન્ડસ સિલેક્ટ કરી રહ્યા છે.
બીજી તરફ બોલીવૂડના કલાકારો આ બાબતે ભારે લાલચુ છે. તેઓ ખાસ ખરાઈ કર્યા વિના પૈસા મળે તેવી ગમે તેવી જાહેરાત સ્વીકારી લે છે. બોલીવૂૂડના કલાકારો ગૂટખા કંપનીઓની જાહેરાતો પણ કરે છે. જ્યારે સાઉથના સ્ટાર્સ તેનાથી દૂર રહે છે.
અજય દેવગણે તો બેશરમ થઈને કહી દીધું હતું કે જે પ્રોડક્ટ દેશમાં પ્રતિબંધિત ન હોય તેનો પ્રચાર કરવામાં મને કોઈ ખચકાટ નથી.