Get The App

ચાહકોમાં આઘાત - Power Rangers સિરીઝના ગ્રીન રેન્જરનું મોત

Updated: Nov 21st, 2022

GS TEAM

Google News
Google News
ચાહકોમાં આઘાત - Power Rangers સિરીઝના ગ્રીન રેન્જરનું મોત 1 - image


- પત્નીએ છૂટાછેડા આપ્યા બાદ આત્મહત્યા કર્યાની અટકળો

નવી દિલ્હી,તા.21 નવેમ્બર 2022,સોમવાર

લોકપ્રિય ટીવી શો અને ફિલ્મ 'પાવર રેન્જર્સ'ના મુખ્ય પાત્રોમાં સ્થાન ધરાવતા અમેરિકન અભિનેતા જેસન ડેવિડ ફ્રેન્કનું નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણએ જેસન ડેવિડ ફ્રેન્ક, જેઓ ટોમી ઓલિવર અથવા ગ્રીન રેન્જર તરીકે જાણીતા હતા, તેમનું 49 વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેન્કના મેનેજર જસ્ટીન હંટે જણાવ્યું હતું કે, ફ્રેન્કનું નિધન થયું છે. તેમણે મૃત્યુનું કારણ અને ફ્રેન્ક ક્યારે મૃત્યુ પામ્યા તે અંગે જાણકારી આપી નહોતી. તેમણે કહ્યું આ કપરાકાળમાં તેના પરિવારની ગોપનીયતા જળવાય અને એક સારા વ્યક્તિના મોતનો મલાજો જળવાય તે મહત્ત્વનું છે. અમે એક અદ્ભુત વ્યક્તિ ગુમાવ્યો છે.

બીજી તરફ માઇટી મોર્ફિન પાવર રેન્જર્સમાં ફ્રેન્ક સાથે બ્લેક પાવર રેન્જરની સહ-અભિનયની ભૂમિકા ભજવનાર વોલ્ટર એમેન્યુઅલ જોન્સે Instagram ઉપર પોસ્ટ કરીને આઘાત વ્યક્ત કરતા જણાવ્યું કે, હું વિશ્વાસ કરી શકતો નથી. અમારા ખાસ પરિવારના અન્ય સભ્યને ગુમાવવાથી મારું હૃદય દુઃખી છે. ઉલ્લેખનીય છે કે, યલો પાવર રેન્જરની ભૂમિકા ભજવનાર ત્રાંગનું 27 વર્ષની વયે વર્ષ 2001માં કાર અકસ્માતમાં અવસાન થયું હતું.

90ના દાયકાનો સૌથી લોકપ્રિય ટીવી શો હતો

1993માં માઇટી મોર્ફિન પાવર રેન્જર્સે ફોક્સ પર ડેબ્યૂ કર્યું હતું, જેમાં પાંચ યુવકો પૃથ્વીને વિવિધ મુશ્કેલીઓથી બચાવતા હતા. જોકે, પ્રથમ સીઝનની શરૂઆતમાં ફ્રેન્કના ટોમી ઓલિવરને સૌપ્રથમ વિલન તરીકે બતાવાયો હતો, જે રીટા રેપલ્સા દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યો હતો. પરંતુ તરત જ તેને ગ્રીન રેન્જર તરીકે જૂથમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનો એક બન્યો. સ્પિનઓફ ટીવી સિરીઝમાં ફ્રેન્કનો ટોમી ઓલિવર અન્ય રેન્જર્સ તરીકે પાછો ફર્યો, તેમજ રેડ ઝીઓ રેન્જર, રેડ ટર્બો રેન્જર અને બ્લેક ડિનો રેન્જરનો સમાવેશ થાય છે. તેણે માઇટી મોર્ફિન પાવર રેન્જર્સ: ધ મૂવી અને ટર્બો: એ પાવર રેન્જર્સ મૂવીમાં પણ તેની ભૂમિકા ભજવી હતી અને 2017 રીબૂટ પાવર રેન્જર્સમાં તેણે કેમિયો કર્યો હતો. માર્શલ આર્ટના પ્રેક્ટિશનર ફ્રેન્ક 2009 અને 2010માં ઘણી મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાઓમાં લડ્યા હતા.

Tags :