Get The App

ગુજરાતી થિયેટરના લોકપ્રિય કલાકાર બરજોર પટેલનું નિધન

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાતી થિયેટરના લોકપ્રિય કલાકાર બરજોર પટેલનું નિધન 1 - image


- તેઓ રૂબી પટેલના પતિ અને શેરનાઝના પિતા હતા

મુંબઇ : કલા જગતથી એક દુઃખદ સમાચાર આવ્યા હતા. થિયેટરના જાણીતા કલાકાર બરજોર પટેલનું ૯૧ વરસની વયે નિધન થયું છે. તેઓ રૂબી પટેલના પતિ અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શેરનાઝ પટેલના પિતા હતા.  બરજોર પટેલ ગુજરાતી થિયેટર અને વિજ્ઞાાપન ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવી હતી. છ દાયકાથીપણ વધુ સમય સુધી તેમણે કામ કર્યું હતું. પોતાની કારકિર્દી દરમિયાન તેમને નાટક બોટમ્સ અપ માટે  લોકપ્રિયતા મળી હતી. આ શ્રુંખલાના નાટકોથી તેમણે દર્શકોનું મનોરંજન કર્યું હતું. 

તેઆ થિયેટર,અભિનય અને કોમેડી સાથે જોડાયેલા હતા. આ જ તેમનું જીવન હતું. 

Tags :