દિશા પટાણી સાથે રિલેશનની અફવા પોપ સિંગર જેક્સને નકારી
- મુંબઈમાં સતત સાથે જોવા મળ્યાં હતાં
- જેક્સને કહ્યું, દિશા ફક્ત સારી મિત્ર જ છે, હું હાલ સિંગલ છું
મુંબઇ : પોપ સ્ટાર જેક્સન વાંગે દિશા પટાણી સાથે અફેરની અફવા નકારી કાઢી છે. તેણે કહ્યુું છે કે દિશા તેની બહુ સારી મિત્ર છે પરંતુ તેમની વચ્ચે કોઈ રોમાન્ટિક રિલેશન નથી. તેણે એમ પણ કહ્યું છે કે પોતે હજુ સિંગલ છે.
અગાઉ જેક્સન ૨૦૨૩માં મુંબઈ આવ્યો હતો ત્યારે તે અને દિશા સતત સાથે જોવા મળ્યાં હતાં. ત્યારથી તેમનાં અફેરની વાતો ચર્ચાય છે. જોકે, તાજેતરમાં એક ઓટીટી શોમાં જેક્સને આ અફવાઓ ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે દિશા અને ટાઈગર શ્રોફ આશરે છ વર્ષ રિલેશનમાં હતાં. તેમનાં લગ્ન લગભગ નક્કીી મનાતાં હતાં. જોકે, દિશાએ લગ્ન માટે ઉતાવળ કરતાં પરંતુ ટાઈગર તે માટે તૈયાર ન હોવાથી બંનેના સંબંધનો અંત આવ્યો હતો. બીજી તરફ દિશાએ ટાઈગરની મમ્મી અને બહેન સાથે હજુ પણ એટલા જ મધૂરા સંબંધ જાળવી રાખ્યા છે અને તે અવારનવાર તેમની સાથે જોવા મળે છે.