Get The App

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી વિવાદમાં, એક હરકતના કારણે નોંધાઈ પોલીસ ફરિયાદ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી વિવાદમાં, એક હરકતના કારણે નોંધાઈ પોલીસ ફરિયાદ 1 - image

Police Complaint Filed Against Aryan Khan : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી વિવાદમાં આવ્યો છે. પહેલા ડ્રગ્સ કેસ, તેના પછી 'બેડ્સ ઓફ બોલીવૂડ'માં રોલને લઈને વિવાદ અને હવે એક વાઈરલ વીડિયોએ ફરી આર્યન ખાનને મુશ્કેલીમાં મૂકી દીધો છે. આ મામલે આર્યન ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આર્યન ખાન સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા યુજર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં બેંગલુરુના એક પબમાં પબ્લિક ઈવેન્ટમાં આર્યન ખાને કથિત રીતે અશ્લીલ હરકત કરી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ મામલો એટલો ગરમાયો કે, આર્યન સામે એક વકીલે ફરિયાદ નોંધાવી દીધી છે. 

મળતી માહિતી મુજબ, આર્યન ખાનના વિવાદિત વાઈરલ વીડિયોને લઈને સેન્ડી રોડના રહેવાસી ઓવૈજ હુસૈન નામના એક વકીલે બેંગલુરુ પોલીસ મહાનિદેશક, પોલીસ કમિશનર, ડીસીપી, કર્ણાટક રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. 

મહિલાની ગરિમાનું કર્યું અપમાન

પોલીસ ફરિયાદ મુજબ, જ્યાર આર્યન ખાને જાહેર જગ્યા પર વિવાદિત ઈશારા કર્યા ત્યારે અનેક મહિલાઓ ત્યાં ઉપસ્થિત હતી. આર્યનની આ પ્રકારની હરકત મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારી છે. જે ભારતીય ન્યાય સંહિતાની વિરૂદ્ધ છે. આ મામલે વકીલે કહ્યું કે, 'આ પ્રકારની હરકતથી લોકોમાં શરમ અને ભાવનાત્મક તકલીફ ઊભી થાય. જે બેંગલુરુની સ્વચ્છ છબીને કલંકિત કરે છે.'

આ પણ વાંચો: Dhurandhar Box Office Collection: 'ધુરંધરે' પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ધ્રુજાવ્યું, કમાણીનો આંકડો 30 કરોડને પાર

વકીલની ફરિયાદ પર પોલીસ અધિકારીએ કહ્યું કે, 'સોશિયલ મીડિયા પોસ્ટના આધારે અને પબના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.'