મારા સંતાનોને ધ્યાનમાં રાખીને મહેરબાની કરીને કોઇ પણ વ્યંગ કે નિવેદનો ન કરશો : શિલ્પા શેટ્ટી
- રાજ કુન્દ્રાની ધરપકડ પછી પ્રથમ વખત શિલ્પા શેટ્ટીએ ચૂપકીદી તોડીને વિનંતી કરી
મુંબઇ : પોર્ન ફિલ્મોના નિર્માણના વ્યવસાયના કારણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થઇ છે. આ પછી બે અઠવાડિયે છેક શિલ્પાએ પોતાની ચૂપકીદી તોડીને એક નિવેદન બહાર પાડયું છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ બે પેજનુ નિવેદન બહાર પાડયું છે. તેણે કહ્યું છે કે મહેરબાની કરીને તેની એકલી છોડી દો.
૨જી ઓગસ્ટના રોજ શિલ્પાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પ્રથમ વખત પોતાની વાત કરી છે.તેણે પોસ્ટમાં લખ્યું છે કે,હા, મારા પાછલા દિવસો મારા માટે પડકારરૂપ રહ્યા છે. ઘણા આરોપ લાગ્યા છે અને અફવાઓ પણ ફેલાઇ છે. ફક્ત મીડિયા કર્મીઓ જ નહીં મારા શુંભચિંતકોમાંના ઘણા લોકોએ મારા પર લાંછન લગાડવામાં બાકી નથી રાખ્યું. મારી સખત ટ્રોલિંગ થઇ છે અને ઘણા પ્રશ્રો મને પુછાયા છે.
તેણે વધુમાં કહ્યું છે કે, ફક્ત મારી જ નહીં, મારી પરિવાર પર પણ આંગળી ચીંધવામાં આવી છે. મને ભારતના ન્યાયાલાય પર સંપૂર્ણ ભરોસો છે. તેથી હાલ હું કોઇ પણ વાતની સ્પષ્ટતા કરવા કે બોલવા માંગતી નથી. મહેરબાની કરીને મારા પર ખોટા વ્યંગ અન ેજુઠાણા ન ફેલાવો. હું એક માતા છું અને મારા સંતાનોને ધ્યાનમાં રાખીને અમારા પર આંગળી ન છીંધો. પોલીસ પર મને પૂરો ભરોસો છો.હું એટલું જ કહેવા માંગુ છું કે, પોલીસ હજી તપાસ કરી રહી છે. તેમને તેમનું કામ કરવા દો.
પરિવાર તરીકે અમે કાનૂનને લગતા તમામ ઉપાય કર્યા છે. પરંતુ મારી તમને વિનમ્ર પાર્થના છે કે, કોઇ પણ અધૂરી કે ઉપજાવેલી વાતો પ્રત્યે ધ્યાન ન આપીને ટિપ્પણીઓ ન કરો, હું કાયદાને માનનારી ગૌરવન્તિત ભારતીય છું. છેલ્લા ૨૯ વરસથી સખત મહેનત કરી રહી છું. અમારી આ મુશ્કેલની ઘડીમાં હું મારા અને મારા પરિવારના સમ્માનની વિનંતી કરું છું. સત્યમેવ જયતે.