Get The App

જાણીતા એડ ગુરુ પીયૂષ પાંડેનું નિધન, 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર એમણે જ આપ્યું હતું

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
જાણીતા એડ ગુરુ પીયૂષ પાંડેનું નિધન, 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર એમણે જ આપ્યું હતું 1 - image


Piyush Pandey Death: દેશના પ્રચલિત એડ ગુરૂ પીયુષ પાંડેયનું નિધન થયુ છે. તેમણે વિજ્ઞાપનની દુનિયામાં નવા રંગ ભર્યા હતાં. તેમની અનેક ઝુંબેશ અત્યંત ચર્ચિત રહી હતી. ઘર-ઘરમાં બ્રાન્ડ્સની ઓળખ બનાવી હતી. એશિયન પેઈન્ટ્સનું સ્લોગન પણ તેમણે જ લખ્યું હતું કે, 'હર ખુશી મેં રંગ લાયે'. તદુપરાંત કેડબરીનું સ્લોગન 'કુછ ખાસ હૈ' પણ તેમની જ કલમમાંથી નીકળેલું હતું.

લાંબા સમય સુધી ભારતની વિવિધતામાં એકતા દર્શાવતું ગીત 'મિલે સુર મેરા તુમ્હારા'ના લેખક પણ તે જ હતાં. આ ગીત પણ દુરદર્શનનું થીમ ગીત બન્યું હતું. ઈન્ટરનેટનો પ્રચાર થવા પર લોકો યૂટ્યૂબ વગેરે  પર તેમનું આ ગીત અવારનવાર સાંભળતા હતાં. તેમણે ફેવિકોલ, હચ જેવી કંપનીઓ માટે અનેક સફળ એડ કેમ્પેઈમાં લીડ કર્યું હતું.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના પ્રચારનો નારો પણ તેમણે જ આપ્યો હતો. તેમણે સુત્ર આપ્યું હતું- અબકી બાર, મોદી સરકાર. પીયુષ પાંડે ભારતની એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારો પણ જાણીતા છે. તેમણે પ્રચલિત એડ કંપની ઓગિલ્વી ઈન્ડિયા સાથે આશરે ચાર દાયકા સુધી કામ કર્યું હતું. આ કંપની દેશમાં એડવર્ટાઈઝમેન્ટની દુનિયાનો પર્યાય બની રહી છે. તેમાં મહત્ત્વની ભૂમિકા પિયુષ પાંડેની રહી છે. તેમના નિધનથી વિજ્ઞાપનની દુનિયાનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે. 


Tags :