app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

નવાઝુદ્દીન સિદ્દીકી ફ્લોપ થયેલી ફિલ્મો પર બોલ્યા,"મારી ફિલ્મો ચાલે કે ન ચાલે, હું હંમેશા ચાલતો રહીશ"

Updated: Dec 1st, 2022


નવી મુંબઇ,તા. 1 નવેમ્બર 2022, ગુરુવાર

નવાઝુદ્દીન સિદ્દીકી તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણીતો છે. તે પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કરતો રહે છે. ચાહકોના દિલમાં સ્થાન મેળવનાર નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મો લાંબા સમયથી પડદા પર કંઈ ખાસ કરી શકી નથી. થોડા દિવસો પહેલા, અભિનેતાની ફિલ્મ હડ્ડીમાંથી તેનો સંપૂર્ણપણે અલગ લુક જાહેર થયો હતો. તે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જોકે નવાઝુદ્દીનની ફિલ્મ ફ્લોપ થાય કે ન જાય, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મોને એટલો પ્રેમ નથી મળ્યો જેટલો તેની અગાઉની ફિલ્મોને મળ્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીની 'ફોટોગ્રાફ', 'મોતીચૂર ચકનાચૂર' અને 'હીરોપંતી 2' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. આ અંગે તેણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ ફ્લોપ થવાનો બધો દોષ અભિનેતા પર નાખવામાં આવે છે અને નિર્દેશકની પૂછપરછ પણ કરવામાં આવતી નથી. શાહરૂખ ખાનનું ઉદાહરણ આપતા નવાઝુદ્દીને કહ્યું કે શાહરૂખ ખાનને તેની ફિલ્મો ફ્લોપ થાય કે બોક્સ ઓફિસ પર પીટાઈ જાય તેનાથી કોઈ ફરક પડતો નથી.

નવાઝુદ્દીને કહ્યું કે હું મારું કામ ઈમાનદારીથી કરું છું અને મહેનત કરવામાં પાછળ પડતો નથી. નવાઝુદ્દીને વધુમાં કહ્યું કે, બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આ માટે ડાયરેક્ટર પર કોઈ સવાલ ઉઠાવવામાં આવતો નથી, બધો દોષ અભિનેતા પર નાખવામાં આવે છે અને કહેવાય છે કે આ અભિનેતાની ફિલ્મ ફ્લોપ થઈ હતી. જો ફિલ્મો ફ્લોપ જશે તો કાં તો વાર્તામાં ભૂલ હશે અથવા તો ડિરેક્ટરની ભૂલ હશે. તેથી જ હવે આ બધી બાબતોથી મને કોઈ ફરક પડતો નથી. તેણે એમ પણ કહ્યું કે મારી ફિલ્મો ચાલે કે ન ચાલે, હું હંમેશા ચાલતો રહીશ.

Gujarat