Get The App

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો

Updated: Feb 6th, 2025

GS TEAM

Google News
Google News
Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 1 - image

Srinidhi Shetty : સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF'માં રોકી ભાઈ યશની હિરોઈન તરીકે પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી છે. જો કે, અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે અહી કોની વાત કરી રહ્યા છીએ.

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 2 - image

હકીકતમાં સાઉથની ફેમસ અભિનેત્રી શ્રીનીધી શેટ્ટી હાલમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 3 - image

પ્રયાગરાજમાં અભિનેત્રીએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. તસવીરમાં તેણે કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે બીજી તસવીરમાં તે ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળે છે. એટલું જ નહીં, અભિનેત્રીએ પોતાને કાળા રંગના સ્કાર્ફથી ઢાંકી દીધી છે.

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 4 - image

બાકીના ફોટામાં તે હોડી પર બેસીને સંગમનો આનંદ માણતી જોવા મળી રહી છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં સંગમની સુંદરતા અને તેની આસપાસની ભીડ દેખાય રહી છે.

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 5 - image

અહી તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સંગમમાં એકલી ગઈ ન હતી. તે પોતાના પિતા સાથે ગઈ હતી. પોતાના પિતા સાથેની એક તસવીર પણ તેણે શેર કરી હતી. 

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 6 - image

તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, 'એવું લાગે છે કે પ્રયાગે મને બોલાવી છે કારણ કે મારી શરૂઆતથી જ કોઈ યોજના નહોતી. હું કામમાં વ્યસ્ત હતી અને પછી એક પછી એક ઘટનાઓ બનવા લાગી. મેં મારી ફ્લાઇટ બુક કરાવી, રહેવાની જગ્યા શોધી અને એક બેકપેક લીધો.'

Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 7 - image

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારા પિતા રાજી થઈને મારી છેલ્લી ઘડીની યોજનામાં સામેલ થઇ ગયા હતા. પણ આ ખરેખર જીવનમાં એક વાર બનેલી ઘટના હતી. તેથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો નહીં. એક અનુભવ અને સ્મૃતિ જે જીવનભર યાદ રહેશે. #મહાકુંભ #પ્રયાગરાજ Photos: દક્ષિણ ભારતની સ્ટાર અભિનેત્રીએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, માસ્કથી ચહેરો છુપાવ્યો 8 - image