રામાયણ ફિલ્મમાં વાર્તાની ક્રેડિટમાં શ્રીધર રાઘવનનું નામ જોઇને લોકો ભડક્યા
- મૂળ રામાયણ તો વાલ્મિકીનું લખેલું છે તો પછી રાઘવનને ક્રેડિટ ક્યા કારણોસર અપાઈ
મુંબઇ : નિતેશતિવારીની રામાયણ ફિલ્મનું ટીઝર જાહેર કરવામાં આવ્યુ છે જેમાં લેખક તરીકે શ્રીધર રાઘવનને ક્રેડિટ આપવામાં આવેલી જોતાં જ લોકો ભડક્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ટીપ્પણીનો મારો ચલાવ્યો છે કે, રામાયણ તો મહર્ષિ વાલ્મિકીનું લખેલુ ંહોવા છતાં તેને ક્યાંય યાદ ન કરતા ંભૂલી જવામાં આવ્યો છે. શ્રીધર રાઘવન રામાયણના લેખક તરીકે ક્રેડિટ લે તે સાવ જ ખોટી વાત છે. સોશયલ મીડિયા પર શ્રીધરના મીમ પણ શેર કરવામાં આવ્યા હતા.
યુઝરો ટીપપ્યમી કરી રહ્યા છે કે, આ ફિલ્મના ટીઝરમાં મહર્ષિ વાલ્મીકિનું નામ ક્યાં છે ? રામાયણ ફિલ્મને ફક્ત એક જ વ્યક્તિ બગાડી શકે છે અને તે છે શ્રીધર રાઘવન જેણે લેખક તરીકે ક્રટિડટ તો લીધી પરતુ મહર્ષિ વાલ્મિકીને યાદ કર્યા નહીં.
એક તો એવી પણ ટીપ્પણી કરી હતી કે,આ ફિલ્મ અપગ્રેડ હોવાથી લેખક તરીકેની ક્રેડિટ શ્રીધરને આપવામાં આવી છે , પણ એ સાવ ખોટુ છે.