Get The App

બોલિવૂડમાં મારું કરિયર ખતમ કરવા લોકોએ ષડ્યંત્ર કર્યા હતા, ગોવિંદાનો સનસનીખેજ દાવો

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
બોલિવૂડમાં મારું કરિયર ખતમ કરવા લોકોએ ષડ્યંત્ર કર્યા હતા, ગોવિંદાનો સનસનીખેજ દાવો 1 - image


Image Source: Twitter

Govinda on Bollywood conspired:  ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાના સમાચારો વચ્ચે એક્ટરના લેટેસ્ટ ઈન્ટરવ્યૂએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગોવિંદાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેણે એ પણ જણાવ્યું કે, ફિલ્મી દુનિયાના કેટલાક લોકો મારી ઈમેજ અને પ્રતિષ્ઠાને બરબાદ કરવા માગે છે. હવે ગોવિંદાનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

હું ખુદને થપ્પડ મારું છું

ગોવિંદાએ આ તમામ વાતો મુકેશ ખન્નાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર કહી હતી. અભિનેતાએ કહ્યું કે, 'જ્યારે લોકો એવું લખે છે કે મારી પાસે કામ નથી. તો હું કહેવા માગુ છું કે મેં 100 કરોડ રૂપિયાની ફિલ્મને ઠુકરાવી દીધી હતી. હું ઘણી વાર અરીસામાં મારી જાતને જોઉં છું અને આ પ્રોજેક્ટનો ઈનકાર કરવા બદલ ખુદને થપ્પડ મારુ છું.' હું મારી જાતને કહું છું કે, 'તું પાગલ થઈ ગયો છે, આ પૈસામાંથી તારો ખર્ચ નીકળી શક્યો હોત.' ફિલ્મમાં એ જ રોલ હતો જે હાલમાં કામ કરી રહ્યો છે. પણ હું કહેવા માંગુ છું કે, 'તમારે હંમેશા ખુદને સત્ય બોલવું જોઈએ. પોતાને સત્ય કહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમારી અંદરનો અવાજ સાંભળવો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.'

આ પણ વાંચો: મોરેશિયસ પહોંચ્યા PM મોદી: બિહારી ઠાઠ-માઠથી કરાયું સ્વાગત, આવતીકાલે રાષ્ટ્રીય સમારોહમાં બનશે ચીફ ગેસ્ટ

તે દિવસથી હું બદલાઈ ગયો

ગોવિંદાએ એ દિવસો પણ યાદ કર્યા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં કથિત રીતે તેમની બદનામી કરવામાં આવી હતી. આ સાથે જ એટેક પ્લાન કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, હું બદનામીના સમયમાંથી પસાર થયો. આ બધુ પહેલાથી નક્કી જ હતું. તે લોકો મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હટાવવા માગતા હતા. હું સમજી ગયો કે, હું એક અભણ વ્યક્તિ છું અને ભણેલાઓની વચ્ચે આવી ગયો અને તે લોકો મને હટાવવા માગે છે. હું એ લોકોનું નામ ખરાબ કરવા નથી માગતો પરંતુ મને નોતી ખબર કે તેઓ કઈ હદ સુધી જશે. મારા વિરુદ્ધ ષડયંત્ર શરૂ થઈ ગયા હતા. ઘરની બહાર લોકો બંદૂક સાથે પકડાયા. આ બધા ષડયંત્રો બાદ મારો સ્વભાવ બદલાઈ ગયો. 

મારા વિરુદ્ધ ષડયંત્ર કર્યા

આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, 'પોતાના પણ પરાયા થઈ જાય છે.' જૂના દિવસો યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે, 'છેલ્લા 14-15 વર્ષોમાં મેં ઘણા પૈસા ઈન્વેસ્ટ કર્યા. લગભગ 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મારી ફિલ્મ થિયેટર સુધી ન પહોંચવા દીધી. તેઓ મારું કરિયર ખતમ કરવા માગતા હતા. જે થઈ ન શક્યું.' જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ ઉદ્યોગમાં તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર થયું? આનો જવાબ આપતા ગોવિંદાએ કહ્યું- 'હા, બિલકુલ થયુ. જેમ લોકો કહે છે - આપણા પોતાના પણ પરાયા બની જાય છે. જો તમારું નસીબ તમારી સાથે ન હોય તો તમારા પોતાના લોકો પણ તમારી વિરુદ્ધ થઈ જાય છે.'

Tags :