પતિ ,પત્ની ઔર વોહ ટૂમાં ત્રણ ત્રણ હિરોઈનો હશે
- હિરો તરીકે આયુષમાન ખુરાના એકલો હશે
- સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકૂલ પ્રિત સિંહને સાઈન કરાયાં
મુંબઇ : 'પતિ, પત્ની ઔર વોહ'માં એક હિરો અને બે હિરોઈનની સ્ટોરી હતી જ્યારે 'પતિ, પત્ની ઔર વોહ ટુ'માં એક હિરો સાથે ત્રણ હિરોઈનની વાર્તા હશે. એક હિરો સામે ત્રણ હિરોઈન તરીકે સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકૂલ પ્રિતસિંહ એમ ત્રણ હિરોઈનોને સાઈન કરાઈ છે.
મૂળ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે હતાં.
' પતિ, પત્ની ઔર વોહ ટુ'નું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૨૬ના સેકન્ડ હાફમાં રિલીઝ કરવાની યોજના છે.