Get The App

પરિણિતી -રાઘવનાં લગ્ન ફંકશન્સ શરૂ, કાલે પ્રિયંકાની હાજરીમાં સૂફી પાર્ટી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
પરિણિતી -રાઘવનાં લગ્ન ફંકશન્સ શરૂ, કાલે પ્રિયંકાની હાજરીમાં સૂફી પાર્ટી 1 - image


- પરિવાર સહિત બંને 23મીએ ઉદયપુર પહોંચશે, 24મીએ ફેરા

- બંને પરિવારો વચ્ચે ક્રિકેટ મેચનું પણ આયોજન : રાઘવની જાન બોટમાં નીકળશે, મેવાડી પરંપરાથી હોડી સજાવાશે

મુંબઇ : પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વિવિધ ફંકશન્સ શરુ થઈ ગયાં છે. ૧૭મીએ અરદાસ અને બાદમાં શબ્દ કિર્તનનુ આયોજન થયુ હતું. હવે ૨૦મીએ સૂફી સંગીતની પાર્ટીમાં છે. તેમાં પ્રિયંકા ચોપરા  સહિત બોલીવૂડ સેલિબ્રિટી તથા નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે. પરિણિતી અને રાઘવ તા. ૨૩મીએ ઉદયપુર પહોંચશે અને ૨૪મીએ ત્યાં સાત ફેરા લેશે. 

બન્ને પરિવારોની વચ્ચે એક ક્રિકેટ મેચ પણ રાખવામાં આવશે. જેમાં યુગલના પરિવારજનો અને ખાસ મિત્રો હિસ્સો લેશે. 

૨૩મીએ મહેમાનો માટે આલા ગ્રાન્ડ વેલકમ લંચનું આયોજન છે. ૨૪ સપ્ટેમ્બરના રોજ વરઘોડો નીકળે તે પહેલા પિછોલા ઝીલની વચ્ચે હોટલમાં રાઘવની સેહરા બંધીની વિધી થશે. બપોરે બે વાગ્યે હોટલથી દુલ્હન  પરિણિતીને લેવા માટે રાઘવ સાથે વરઘોડો નીકળશે. જયમાલાનું ફંકશન બપોરે સાડા ત્રણ વાગ્યે અને ફેરા સાંજે ચાર વાગે થશે. આ જ દિવસે રાતના ૮.૩૦ વાગ્યે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન રાખવામાં આવશે. રાઘવ ચડ્ઢાની જાન બોટ સવારી કરીને નજીકની હોટ લમાં પહોંચશે. હોડીની સજાવટમાં મેવાડી પરંપરાની ઝલક જોવા મળશે. 

બંનેનાં લગ્નનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે. 


Google NewsGoogle News