Get The App

પરિણિતી પતિ સાથે હનીમૂનને બદલે સખીઓ સાથે ફરવા ગઈ

Updated: Oct 17th, 2023

GS TEAM

Google News
Google News
પરિણિતી પતિ સાથે હનીમૂનને બદલે સખીઓ સાથે ફરવા ગઈ 1 - image


- લોકોએ કહ્યું આ તો રિયલ લાઈફની ક્વિન 

- પરિણિતી અને રાઘવે વ્યસ્તતાના કારણે હનીમૂન પર જવાનું મુલત્વી રાખ્યું છે

મુંબઇ : પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લગ્ન બાદ હનીમૂન પર જવાનું મુલત્વી રાખ્યું છે. જોકે, હાલમાં પરિણિતી ગર્લ્સ ગેંગ સાથે જ માલદિવ ફરવા જતી રહી છે. 

પરિણિતીએ ખુદ માલદિવના ફોટા શેર કર્યા હતા પરંતુ સાથે સાથે એ સ્પષ્ટતા પણ કરી હતી કે પોતે હનીમૂન પર આવી નથી. પોતે એક ગર્લ્સ ગેંગ સાથે પ્રવાસ કરી રહી હોવાનું તેણે જણાવ્યું છે. 

પરિણિતીની આ તસવીરો પર જાતજાતની કોમેન્ટ આવી રહી છે. કેટલાક લોકોએ તેને રિયલ લાઈફની ક્વિન ગણાવી છે. મૂળ કંગના રણૌત અભિનિત 'ક્વિન' ફિલ્મમાં તેનો ભાવિ પતિ છેલ્લી ઘડીએ લગ્ન  તોડી નાખે છે તે પછી હનીમૂન માટે ટિકિટ, હોટલ્સ સહિતનું પ્લાનિંગ કરી બેઠેલી કંગના એકલી એકલી ફરવા નીકળી પડે છે તેવી વાર્તા છે. લોકોએ કહ્યું હતું કે પરિણિતીએ  વાસ્તવમાં આ ભૂમિકા ભજવી છે. 

પરિણિતી તથા રાઘવ બંને પોતપોતાનાં પ્રોફેશનલ કમીટમેન્ટસમાં વ્યસ્ત હોવાથી તેમણે તત્કાળ હનીમૂન પર જવાનું ટાળ્યું છે. 

તેઓ લગ્ન પછી મુંબઈમાં પણ એક રિસેપ્શન યોજવાના છે તેવી વાતો હતી પરંતુ હજુ સુધી તેનું આયોજન પણ થયું નથી. 

જોકે, પરિણિતી થોડા દિવસો પહેલાં જ મુંબઈ પાછી આવી હતી.

Tags :