પરિણીતિ ચોપરા અને દિલજીત દોસાંજની જોડી આગામી ફિલ્મમાં જોવા મળશે
- ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ પંજાબના જાણીતા સિંગર અમર સિંહ ચમકીલાની બાયોપિક હશે
મુંબઇ: બોલીવૂડના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી પંજાબના લોકપ્રિય ગાયક અમર સિંહ ચમકીલાના બાયોપિક લઇને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ચમકીલા છે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા અને દિલજીત દોસાંજ સાથે જોવા મળવાના છે. પરિણીતિ ચોપરા ફિલ્મ ચમકીલામાં અમરજોત કોરજે અમરસિંહની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે દિલજીત દોસાંજ ગાયક અમર સિંહ ચમકીલાની ભૂમિકા ભજવશે. કહેવાય છે કે, પરિણીતિએ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે સખત મહેનત કરી છે. પંજાબી ગાયક અમર સિંહ ચમકીલા બિનધાસ્ત ગાયક હતા. તેમને 8 માર્ચના રોજ 1988માં દિવસ દરમિયાનપત્ની અમરજોત અને તેના બેન્ડના બે સભ્યો સાથે ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા.
તેમનું નિધન રહસ્યમય રહ્યું છે. કહેવાય છે કે, ગાયકની હત્યાના દોષીઓ આતંકવાદીઓ કરીહતી, જોકે એ સાબિત થઇ શક્યું નહોતું.