પરેશ રાવલનો પુત્ર અભિનય ક્ષેત્રે ઝંપલાવે છે
- શૈકા ફિલ્મની બમફાડ ફિલ્મથી શ્રીગણેશ માંડશે
- અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે હીરોઇન છે
મુંબઇ તા.02 માર્ચ 2019, શનિવાર
સ્વરૂપ સંપટ અને પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ શૈકા ફિલ્મ્સની બમફાડ ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહ્યો હોવાની જાણકારી મળી હતી.
ટેલિવિઝન માટે હિટ મરાઠી ફિલ્મ સૈરાટનું રૂપાંતર કરનારા પ્રદીપ કુમાર અને એમની અભિનેત્રી પત્ની શૈકા પરવીને શૈકા ફિલ્મ્સ નામે ફિલ્મ કંપની સ્થાપી છે. આ કંપની બમફાડ ફિલ્મ બનાવી રહી છે.
આ ફિલ્મ ફ્લોર પર જઇ ચૂકી છે અને કાનપુરમાં એના પર બે ત્રણ દિવસનું શૂટિંગ પણ થઇ ચૂક્યું છે. આદિત્ય રાવલ સાથે અભિનેત્રી સના અમીન શેખ ચમકી અને હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હીરોઇન શાલિની પાંડે આ ફિલ્મની હીરોઇન છે.
અગાઉ કાનપુરમાં મિલન ટૉકિઝ ફિલ્મનું શૂટિંગ થયું હતું. આજકાલ કાનપુર કેટલાક ફિલ્મ સર્જકોનું માનીતું લોકેશન છે.
અનુરાગ કશ્યપ આ ફિલ્મના પ્રસ્તુતકર્તા છે અને રંજન સિંઘ ચંદેલ એના ડાયરેક્ટર છે. કાનપુરની ડીએવી કૉલેજ, મોલ રોડ પર આવેલી રીટા હૉટલ અને ફૂલબાગમાં કેટલાક સીન્સનું શૂટિંગ થઇ ચૂક્યું છે.