Prashant Tamang Passes Away: ઇન્ડિયન આઈડલ 3 વિજેતા પ્રશાંત તમાંગ હવે આ દુનિયામાં નથી રહ્યા! સ્થાનિક મીડિયાના દાવા પ્રમાણે અભિનેતા-સિંગરને આજે સવારે દિલ્હી સ્થિત ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમણે બચાવી શકાયા ન હતા. પ્રશાંત તમાંગના નિધનના સમાચાર ફિલ્મ પ્રોડ્યુસર રાજેશ ઘટાનીએ પુષ્ટિ કર્યા છે. પ્રશાંત તમાંગ સિંગર સાથે અભિનેતા પણ હતા. તેમણે જયદીપ અહલાવતની વેબ સીરિઝ પાતાલ લોક 2માં વિલનની ભૂમિકા ભજવી હતી, એ પણ ચર્ચાઓ છે કે તેઓ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં પણ કામ કરી રહ્યા હતા.
કોઈ સ્વાસ્થ્યને લગતી બીમારી ન હતી
રિપોર્ટ મુજબ પ્રશાંત તમાંગની ઉમર 45 વર્ષ હતી, આજે સવારે દિલ્હી તેમના ઘરે હતા ત્યારે તેમણે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ હાજર તબીબો તેમણે મૃત જાહેર કર્યા હતા. અભિનેતા પ્રશાંત તમાંગ અરુણાચલ પ્રદેશમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફર્યા બાદ તેમણે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને કોઈ સ્વાસ્થ્ય લગતી બીમારી પણ ન હતી, તેઓ પત્ની અને તેમની દીકરી સાથે રહેતા હતા.
કઈ કઈ ફિલ્મોમાં કર્યો છે અભિનય
2007માં પ્રશાંતે ઇન્ડિયન આઇડલ 3 માટે ઓડિશન આપ્યું હતું, જે બાદ પસંદગી બાદ સીઝન જીતીને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. 2010માં તેમણે નેપાળી હિટ ફિલ્મ ગોરખા પલટન' થી ડેબ્યૂ કર્યા બાદ 'અંગલો યો માયા કો', 'કિના માયા મા,' 'નિશાની,' 'પરદેશી' અને 'કિના માયામા' જેવી ફિલ્મોમાં અભિનય કરી ચાહકોના દિલ જીત્યા હતા.
ચાહકવર્ગ દુખી
તેમના પાતાલ લોક 2માં વિલન ડેલિયલ લેચોના રોલને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. હવે છેલ્લી વખત તેઓ સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' માં જોવા મળશે જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. પ્રશાંત તમાંગે તેમનું આલ્બમ 'ધન્યમ' રિલીઝ કરી ભારત અને વિદેશમાં અસંખ્ય શોમાં પર્ફોમન્સ કર્યું હતું, સિંગર બાદ અભિનેતા અને બાદમાં સિંગરની કારકિર્દીમાં પ્લેબેક અને લાઇવ પર્ફોર્મર તરીકે નામના મેળવી હતી. આજે અચાનક જ તેમના નિધનના સમાચાર મળતા ચાહકવર્ગમાં શોકની લાગણી છે, તેમના આત્માને શાંતિ મળે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.


