સલમાન ખાનની આગામી ફિલ્મનું વિદેશનું શૂટિંગ રદ
- અભિનેતા હવે બાકી રહેલા 10 દિવસનું શૂટિંગ સ્ટુડિયોમાં જ કરશે
મુંબઈ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
કોરોના રોગચાળા અને લોકડાઉનના કારણે બોલીવૂડ અને બોક્સઓફિસનું સમયપત્રક પ્રભાવિત થયું છે. ફિલ્મોની શૂટિંગ અને પોસ્ટ પ્રોડકશન કામ અટકી પડયા છે, તેમજ થિયેટરો બંધ હોવાથી રિલીઝ પણ નથી થઇ શકતી. સલમાન ખાનની આગામી ફિલમ રાધે ઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ફિલ્મ પણ અટકી છે. કહેવાય છે કે આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૃ કરવામાં આવશે. આ માટે આઉટડોર લોકેશનના સ્થાને સ્ટૂડિયોમાં જ શૂટિંગ કરવામાં આવશે.
એક રિપોર્ટના અનુસાર, સલમાન ખાન અને દિશા પટાણી સહિત ફિલ્મની સંપૂર્ણ કાસ્ટ અજરબાઇજાન જવાના હતા. જ્યાં ફિલ્મના એકશન સિકવન્સ અને એક ગીતનું શૂટિંગ પણ કરવામાં આવવાનું હતું. પરંતુ હવેના સમચાર પ્રમાણે આ શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.