Get The App

નુસરત ભરૂચાને 17મી મેનો પોતાનો જન્મદિવસ ખાસ યાદ રહેશે

- લોકડાઉનના કારણે પોતાના 30મો જન્મદિવસ ઘરે માતા સાથે ઊજવ્યો

Updated: May 18th, 2020

GS TEAM

Google News
Google News
નુસરત ભરૂચાને 17મી મેનો પોતાનો જન્મદિવસ ખાસ યાદ રહેશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2020, રવિવાર

૧૭મેના રોજ નુસરત ભરૂચા ૩૦ વરસની થઇ છે. જોકે તેણે આવખતે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો જન્મદિવસની ઊજવણી લોકો સાથે કરી નથી શકી. તેને પોતાનો આ જન્મદિવસ ખાસ યાદ રહી જશે તેમ તેણે જણાવ્યું હતું.

નાનપણથી જ હું ં મારા મિત્રો અને પરિવારજનો સાથે મારા જન્મદિવસની ઊજવણી કરતી આવી છું.  અત્યાર સુધીમાં મારા જન્મદિવસે હું કદી મારા ઘરે રહી નથી. આજે ૧૭મેના રોજ હું ૩૦ વરસની થઇ છું, પરંતુ લોકડાઉનના કારણે મોજથી જન્મદિવસ મનાવી શકી નથી. મારા દરેક જન્મદિવસની પાર્ટીનું પહેલાથી આયોજન કરતી હતી. મારા ખાસ મિત્રો સાથે હું સવારથી રાત સુધી રહેતી. આ વખતે હું મારી માતા સાથે જન્મદિવસ ઊજવવાની છું. 

હું અને મારી માતા કેમ બનાવશું તેમજ મને ભાવતી વાનગીઓ બનાવશું. આ વખતે મારા જીવનમાં નવો વળાંક આવ્યો છે.આશા છે જલદી, સારો થઇ જાય. હા, જોકે હું નસીબદાર છું કે આ વખતે હું મારા પરિવાર સાથે હોઇશ.

હાલ તો લોકડાઉનના કારણે કામવાળાઓ પણ આવી શકતા નથી, તેથી ઘરના કામની જવાબદારી પણ છે. હું મારો મોટા ભાગનો સમય ઘરના કામમાં પસાર કરું છું. 

Tags :