Get The App

ઉદયપુરમાં વધુ એક શાહી લગ્ન! કૃતિ સેનનની બહેન કરોડપતિ સિંગર સાથે લેશે સાત ફેરાં

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
ઉદયપુરમાં વધુ એક શાહી લગ્ન! કૃતિ સેનનની બહેન કરોડપતિ સિંગર સાથે લેશે સાત ફેરાં 1 - image

Nupur Sanon Stebin Ben Wedding: બોલિવૂડ દિવા કૃતિ સેનનની બહેન નુપુર સેનન દુલ્હન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે પ્રખ્યાત સિંગર સ્ટેબિન બેન સાથે લગ્ન કરીને પોતાના જીવનની નવી સફર શરૂ કરશે. નુપુર અને સ્ટેબિન બેનના શાહી લગ્ન 11 જાન્યુઆરીના રોજ ઉદયપુરમાં થશે, જેની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં કપલના લગ્નની રસમો પણ શરૂ થઈ જશે. 

કપલનો પરિવાર લગ્નના જશ્ન માટે ઉદયપુર પહોંચ્યો

કપલનો પરિવાર લગ્નના જશ્ન માટે ઉદયપુર પહોંચી ચૂક્યો છે. લગ્ન પહેલા દુલ્હા-દુલ્હન એરપોર્ટ પર સ્પોટ થયા હતા. એરપોર્ટ પર નુપુર સેનન પોતોના પેરેન્ટ્સ સાથે પોઝ આપતી નજર આવી. નુપુરના ચહેરા પરનો નૂર બતાવી રહ્યો છે કે, તે લગ્ન માટે કેટલી એક્સાઈટેડ છે. તેણે પોતાના ભાવિ પતિ સ્ટેબિન સાથે પણ ખૂબ પોઝ આપ્યા. કપલે પ્રાઈવેટ જેટમાં ઉદયપુર માટે ઉડાન ભરી. બંનેને સાથે જોઈને ચાહકોને પરફેક્ટ કપલ વાળી ફીલિંગ આવી. 

કૃતિ સાથે તેનો રુમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા પણ દેખાયો

કૃતિ સેનનનો તેની નાની બહેન પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી રહ્યો. નુપુરના લગ્ન માટે જતી વખતે તેનો ચહેરો ખુશીથી ઝળહળી રહ્યો હતો. કૃતિએ હસતા-હસતા પાપારાઝીને પોઝ પણ આપ્યા. ચાહકોએ નોટિસ કર્યું કે, આ ખુશીની ક્ષણોમાં કૃતિ સાથે તેનો રુમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા પણ છે. એરપોર્ટ પર કબીરે સ્ટાઈલિશ અંદાજમાં એન્ટ્રી મારી. 

સેનન પરિવારના જશ્નમાં કબીરને જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે, કૃતિ પોતાના રિલેશનશિપને લઈને સીરિયસ છે. સેનન પરિવારના ફોટા પણ એ સૂચવે છે કે નુપુર અને સ્ટેબિનના લગ્ન ખૂબ જ શાહી થશે.