હવે અક્ષય કુમાર ઓહ માય ગોડ થ્રી પણ બનાવશે
- ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરવામાં આવશે
- હિટ ફિલ્મો માટે તરસી ગયેલો અક્ષય કુમાર ઉપરાછાપરી ફ્રેન્ચાઈઝીના સહારે
મુંબઇ : હજુ પાંચ વર્ષ પહેલાં બોક્સ ઓફિસનો સૌથી બેન્કેબલ સ્ટાર ગણાતો અક્ષય કુમાર હવે હિટ ફિલ્મોના સિલસિલા માટે તરસી ગયો છે. તેણે કોઈ નવા પ્રયાગો કરવાનું છોડીને માત્રને માત્ર ફ્રેન્ચાઈઝી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 'હેરાફેરી' અને 'હાઉસફૂલ' અને 'જોલી એલએલબી'સહિતની ફ્રેન્ચાઈઝીને આગળ ધપાવતો અક્ષય કુમાર હવે 'ઓહ માય ગોડ'ની પાછળી સફળતાઓને પણ વટાવી લેવા માટે 'ઓએમજી થ્રી' પણ બનાવી રહ્યો છે.
અક્ષય કુમાર આ ફિલ્મનો પ્રોડયૂસર છે. દિગ્દર્શક અમિત રાયે ત્રીજો ભાગ બની રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરુ થઈ ગયું છે. અક્ષય જ મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરી દેવાશે. પહેલીવાર 'ઓએમજી'માં અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે હતા. ત્યારબાદ પાર્ટ ટુમાં અક્ષય કુમાર સાથે પંકજ ત્રિપાઠી હતો.
હવે ત્રીજા ભાગમાં કેટલા કલાકારો રીપિટ થાય છે કે કેટલા નવા ઉમેરાય છે તે અંગે અટકળો થઈ રહી છે.