Get The App

હવે બાગેશ્વર બાબા પર ફિલ્મ બનશે, ફિલ્મ 'ધ બાગેશ્વર સરકાર' ધીરેન્દ્ર શાસ્ત્રીની જીવનયાત્રા બતાવાશે

નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ બનશે ફિલ્મ

નિર્દેશક વિનોદ તિવારી બાબાથી ખુબ જ પ્રભાવિત છે

Updated: May 23rd, 2023

GS TEAM

Google News
Google News
હવે બાગેશ્વર બાબા પર ફિલ્મ બનશે, ફિલ્મ 'ધ બાગેશ્વર સરકાર' ધીરેન્દ્ર શાસ્ત્રીની જીવનયાત્રા બતાવાશે 1 - image
Image:Twitter

બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર સરકારની વધતી લોકપ્રિયતાને જોઈને નિર્દેશક વિનોદ તિવારીએ તેમના પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. બાબાના લાખો ચાહકો છે અને આ અનુયાયીઓ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વિનોદ તિવારીએ 'ધ બાગેશ્વર સરકાર' નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્ટોરી બતાવવામાં આવશે.

નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ બનશે ફિલ્મ

નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ અંગેની જાહેરાત પ્રોડક્શન હાઉસે ટ્વીટ કરીને કરી છે. નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના ટ્વિટર હેન્ડલ પર બાબા બાગેશ્વર સાથેની ફિલ્મની ક્લેપ અને ડાયરેક્ટરની ફોટો સાથે લખ્યું- એક્શન કોમેડી ફિલ્મો 'તેરી ભાભી હૈ પગલે' અને 'ધ કન્વર્ઝન'ની સફળતા બાદ ડાયરેક્ટર વિનોદ તિવારીએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. જેનું નામ 'ધ બાગેશ્વર સરકાર' હશે.

નિર્દેશક વિનોદ તિવારી બાબાથી ખુબ જ પ્રભાવિત છે

ટ્વિટ મુજબ ફિલ્મની સ્ટોરી શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી બાગેશ્વર સરકારના જીવન પર આધારિત હશે. આ ફિલ્મમાં બાબાના જીવન, તેમના સંઘર્ષ, તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલી સફરની ઝલક જોવા મળશે.ફિલ્મના નિર્દેશક વિનોદ તિવારીએ જણાવ્યું કે બાબાના ચાહકો આખી દુનિયામાં છે અને તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. વિનોદ તિવારી કહે છે કે બાબાએ જે રીતે સનાતનીઓને જોડવાનું કામ કર્યું છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત છે.

Tags :