જે ઍક્ટરે એક ફિલ્મથી 1800 કરોડ કમાઈ આપ્યા તે બનશે નવો 'શક્તિમાન'?
Ranveer Singh Will Not Be Seen in the Role of Shaktimaan: મુકેશ ખન્નાનાની સિરીયલ 'શક્તિમાન'થી કોણ અજાણ નથી. 90ના દાયકામાં 'શક્તિમાન' ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો હતો. ત્યારથી મુકેશ ખન્નાને મોટાભાગના લોકો 'શક્તિમાન' તરીકે ઓળખે છે. 1997થી 2005 સુધી આ શોએ લોકોનું ખૂબ મનોરંજન પૂરુ પાડ્યું છે. હવે શક્તિમાન શૉની જેમ શક્તિમાન ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. પણ લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવો 'શક્તિમાન' કોણ હશે?
રણવીર સિંહ નહીં, આ સુપરસ્ટાર ભજવશે 'શક્તિમાન'ની ભૂમિકા
![]() |
છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે 'શક્તિમાન' ફિલ્મમાં રણવીર સિંહ જોવા મળશે. સાથે એવી ચર્ચા પણ થઇ હતી કે રણવીર શક્તિમાનની ભૂમિકા પણ ભજવશે, પણ હવે એક નવા સુપરસ્ટારનું નામ સામે આવી રહ્યું છે,જે શક્તિમાનનું પાત્ર ભજવશે. હાલમાં એક રિપોર્ટ મુજબ 'શક્તિમાન'ની ભૂમિકામાં બીજુ કોઈ નહીં સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન જોવા મળશે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ પ્રોજેક્ટ પર હવે ઝડપથી કામ ચાલી રહ્યું છે.
નવા 'શક્તિમાન' ફિલ્મનો પ્રોજેક્ટ મલયાલમ દિગ્દર્શક બેસિલ જોસેફને સોંપવામાં આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે બેસિલ જોસેફ આ મેગા વેંચર માટે અલ્લૂ અર્જુન સાથે વાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે ગયા વર્ષે મુકેશ ખન્નાએ પણ 'શક્તિમાન' વિશે વાત કરવા અલ્લૂ અર્જુનનું નામ આપ્યુ હતું , પરંતુ તેમણે આ નિર્ણય શોના નિર્માતાઓ પર જ છોડી દીધો હતો. અભિનેતા પહેલાથી જ સુપરહીરોના પાત્રને લઈ ચર્ચામાં છે