Get The App

દિશા પટાણીના જીવનમાં ટાઇગર શ્રોફ પછી કોઇની એન્ટ્રી નથી થઇ

Updated: Nov 26th, 2022

GS TEAM


Google News
Google News
દિશા પટાણીના જીવનમાં ટાઇગર શ્રોફ પછી કોઇની એન્ટ્રી નથી થઇ 1 - image


- તેની સાથે કોઇ અજાણ્યો યુવક જોવા મળતાં વિવિધ અટકળો

મુંબઇ : દિશા પટાણી બોલીવૂડની બોલ્ડ અને ટેલન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે.તેણે કારકિર્દીની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ: ધોનીથી કરી હતી. દિશાનું નામ લાંબા સમય સુધી ટાઇગર શ્રોપ સાથે જોડાયેલું હતું. પરંતુ પછીથી તેમનું બ્રેકઅપ થઇ ગયુ હોવાના સમાચાર હતા. ઘણા સમયથી આ યુગલ સાથે જોવા મળતું નથી. 

તાજેતરમાં દિશા સાથે એક યુવક જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો પણ વાયરલ થઇ હતી.  ત્યારથી દિશાના અંગત જીવનમાં કોઇ નવા યુવકની એન્ટ્રી થઇ હોવાની અટકળો શરૂ થઇ ગઇ છે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના રિપોર્ટના અનુસાર, દિશાના જીવનમાં ટાઇગર શ્રોફ પછી કોઇ યુવક આવ્યો નથી. જેની સ્પષ્ટતા દિશાના એક નજીકના મિત્રે કરી છે. દિશા સાથે જોવા મળેલો આ મિસ્ટ્રી મેન દિશા અને ટાઇગરનો મિત્ર  હોવાની સાથેસાથે એક ફિટનેસ ટ્રેનર પણ છે. તે દિશાનો ફક્ત બેસ્ટ ફ્રેન્ડ છે. 

Tags :