Get The App

VIDEO: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં કીર્તિ સાગઠિયા અને ભૂમિ ત્રિવેદીના સ્વરમાં 'વોઇસ ઓફ ધ રૂટ્સ'નું આયોજન

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં કીર્તિ સાગઠિયા અને ભૂમિ ત્રિવેદીના સ્વરમાં  'વોઇસ ઓફ ધ રૂટ્સ'નું આયોજન 1 - image


Nita Mukesh Ambani Cultural Centre : ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) લાવી રહ્યા છે ગીત, લય અને યાદોની ઉજવણી 'વોઇસ ઓફ ધ રૂટ્સ', જે ભાતીગળ ગુજરાતી લોકસંગીતને બોલિવૂડના કાલાતીત ગીતો સાથે સાંકળે છે. 4 જુલાઈ, 2025 ના રોજ ધ ગ્રાન્ડ થિયેટરમાં આયોજિત આ અનોખો શૉ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને શ્રદ્ધાંજલિ આપવાનું પ્રયોજન છે.

'વોઇસ ઓફ ધ રૂટ્સ' એ ગુજરાતી લોકગીતોથી પ્રેરિત સંગીત સમારોહ છે, જે બોલિવુડના કાલાતીત સંગીત-ખજાના સાથે એકીકૃત થઈ જાય છે. લોકગીત ગાયક કીર્તિ સાગઠિયા (Keerthi Sagathia) અને ગરબા ક્વીન ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) ભારતીય લોકગીતો અને સૂફી પરંપરાઓના હાર્દને ભાવનાત્મક સંગીતમાં ઢાળીને સ્ટેજ પર રજૂ કરશે અને દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ધ ગ્રાન્ડ થિયેટરમાં પ્રેક્ષકો ‘વાગ્યો રે ઢોલ’, ‘જો ને ઉડે’, ‘કોણ હલાવે લીંબડી’ અને ‘રામ ચાહે લીલા’ જેવા તેમના અનેક મનપસંદ ગીતો માણી શકશે. 

ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને સમકાલીન, આકર્ષક અને સુલભ માધ્યમ દ્વારા પ્રોત્સાહિત કરવાના પોતાના મિશનને NMACC આ પ્રદર્શન સાથે આગળ ધપાવે છે. જૂની પેઢીને નવી પેઢી સાથે સાંકળનારો આ કાર્યક્રમ 'વોઇસ ઓફ ધ રૂટ્સ' અનુભવી રસિકજનો અને જિજ્ઞાસુ જનતાને આપણા ભવ્ય સંગીત વારસાની સુમધુર સફરે લઈ જશે. 

આવા અસાધારણ સંગીત અનુભવને માણવાની તક ચૂકશો નહીં. તમારા પરિવાર અને મિત્રો સાથે આ ભવ્યતાનો આનંદ માણવા માટે હમણાં જ તમારી ટિકિટ બુક કરવા www.nmacc.com પર લોગ ઇન કરો.

વધુ વાંચો - https://nmacc.com/performing-arts/voice-of-the-roots-with-keerthi-sagathia-and-bhoomi-trivedi


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર વિશે

મુંબઈના હૃદયમાં સ્થિત ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) એ કળાના ક્ષેત્રને સમર્પિત એક બહુ-સ્તરીય મંચ છે, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ નજરાણું ગણાય છે.

NMACC ત્રણ પર્ફોર્મિંગ આર્ટ્સ સ્પેસ ધરાવે છે: 2000 બેઠક ધરાવતું ભવ્ય ગ્રાન્ડ થિયેટર, અદ્યતન ટેક્નોલોજી ધરાવતું 250 બેઠકનું સ્ટુડિયો થિયેટર અને 125 બેઠક ધરાવતું ડાયનેમિક ક્યુબ. તેમાં ચાર માળમાં ફેલાયેલું એક આર્ટ હાઉસ પણ છે, જે ભારત અને વિશ્વભરના શ્રેષ્ઠ કલાકારોના કળાના ઉત્તમ નમૂના ધરાવે છે. આ સમગ્ર કલ્ચરલ સેન્ટરના ખૂણેખૂણામાં વિખ્યાત ભારતીય અને વૈશ્વિક કલાકારોનો કળાકીય સ્પર્શ જોવા મળે છે. અહીં પ્રખ્યાત જાપાની કલાકાર યાયોઈ કુસામા દ્વારા ડિઝાઈન કરાયેલો ‘ઇન્ફિનિટી મિરર રૂમ’ પણ જોવા મળે છે અને ભારતના સૌથી મોટા પિચવાઈ ચિત્રોમાંના એક એવા 'કમલ કુંજ'ની પણ હાજરી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ‘સ્વદેશ’ એ ભારત-પ્રેરિત પ્રદર્શન છે, જે સ્વદેશી કારીગરોની અદ્ભુત પ્રતિભા અને તેમની વૈવિધ્યસભર હસ્તકલા પર પ્રકાશ પાડે છે.

માર્ચ 2023 માં શરૂઆત થઈ ત્યારથી આ કલ્ચરલ સેન્ટરે વિવિધ સ્થળોએ 7,000 થી વધુ કલાકારોની સહભાગિતામાં 1,500 થી વધુ શોનું આયોજન કર્યું છે, જેનો લાભ 20 લાખથી વધુ દર્શકોએ લીધો છે. બે વર્ષ દરમિયાન NMACC એ 'ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન', 'મુઘલ-એ-આઝમ', 'રાજાધિરાજ: લવ. લાઇફ. લીલા' જેવા ભારતીય પ્રોડક્શન્સ તથા 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક', 'મમ્મા મિયા!' 'ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરા' જેવા આઇકોનિક આંતરરાષ્ટ્રીય સંગીત નાટકો રજૂ કર્યા છે.

ફ્રાન્સના લા ફિગારો છાપાની પૂર્તિ મેડમ ફિગારોમાં NMACC ને વિશ્વના સાત અગ્રણી સાંસ્કૃતિક કેન્દ્રોમાંના એક તરીકે દર્શાવવામાં આવ્યું છે.

Tags :