નયનતારાને ડોક્યુમેન્ટરી માટે પાંચ કરોડની વધુ એક નોટિસ
- ચન્દ્રમુખીના ગેરકાયદે ઉપયોગનો આરોપ
- અગાઉ આ જ ડોક્યુમેન્ટરી માટે ધનુષ પણ કાનૂની દાવો માંડી ચૂક્યો છે
મુંબઈ : નયનતારાને તેની જીવનકથા કહેતી ડોક્યુમેન્ટ્રી 'નયનતારાઃ બિયોન્ડ એ ફેરી ટેલ' માટે પાંચ કરોડ રુપિયાની વધુ એક નોટિસ અપાઈ છે.
અગાઉ ધનુષે નયનતારા પર કોપીરાઈટ ભંગ બદલ નોટિસ ફટકારી હતી. હવે ૨૦૦૫ની હિટ ફિલ્મ 'ચંદ્રમુખી'ના નિર્માતાઓએ તેમની ફિલ્મના ફૂટેજના ઉપયોગ તેમની અનુમતિ વગર ડોક્યૂમેન્ટ્રીમાં ઉપયોગમાં લેવાયા મુદ્દે કાનૂની દાવો માંડતાં મદ્રાસ હાઈકોર્ટે નયનતારાને નોટિસ આપી છે. નોટીસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ દિગ્ગજોએ કોઇ પણ જાતની મંજૂરી અથવા તો લાયસન્સ વગર ફિલ્મના ફૂટેજનો ઉપયોગ કર્યો ઉપરાંત યૂ ટયૂબ પર ઉપલબ્ધ ફૂટેજનો ઉપયોગ કર્યો છે.