નવાઝુદ્દીની સિદ્દીકીએ મુંબઇમાં પોતાના શમણાનું ઘર ખરીદ્યું
- સ્વ.પિતાની યાદમાં બંગલાનું નામ નવાબ રાખ્યું
મુંબઇ : નવાઝુદ્દી સિક્કીએ પોતાની દમદાર એકટિંગથી બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. હાલ તે પોતાના નવા ઘરના કારણે ચર્ચામાં છે. તેણે મુંબઇમાં પોતાનો એક વૈભવી બંગલો બનાવ્યો છે. જેનું ઇન્ટિરિયર ડિઝાઇન પણ પોતે જ કર્યું છે.
નવાઝુદ્દીનનો આ બંગલો તેના હોમટાઉન બુધાનાના જુના ઘરને મળતો આવે છે. અભિનેતાએ સોશયલ મીડિયા પર પોતાના બંગલાની તસવીર શેર કરી છે. સ્વ. પિતાની યાદમાં નવાઝુદ્ધીને બંગલાનું નામ નવાબ રાખ્યું છે. નવાઝુદ્દીને પોતાના આ નવા બંગલાને રિનોવેટ કરતાં ત્રણ વરસ લાગી ગયા છે. નવાઝે આ ઘરને સંપૂર્ણ સફેદ માર્બલથી બનાવ્યું છે. કહેવાય છે કે, આ બે માળી બંગલામાં નવાઝની ઓફિસ પણ હશે. આ ઘરમાં આઠ રૂમ બનાવામાં આવ્યા છે. તેમજ મોટી પહોળી બાલકની અને એક વિશાળ ટેરેસ છે.
કહેવાય છે કે, નવાઝુદ્દીનનું આ નવું ઘરશાહરૂખ ખાનના મન્નતની નજીક આવેલું છે. જોકે નવાઝુદ્દીને પોતાનો બંગલો મુંબઇમાં કઇ જગ્યાએ આવ્યો છે તેની સ્પષ્ટતા કરી નથી.
ઉલ્લેખનીય છે કે, નવાઝુદ્દીને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દીધું છે. ડિજિટલપ્લેટફોર્મ પર કામ શરૂ કરીને બંધ કરી દેનારો નવાઝ બોલીવૂડનો એક માત્ર એકટર છે.
નલાઝુદ્દીનના આવનારા પ્રોજેક્ટસની વાત કરીએ તો, ટિકુ વેડ્સ શેરુ અને ટાઇગર શ્રોફની હીરોપંતી ટુ ફિલ્મો છે.