Get The App

બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી 1 - image


- હજુ સુધી નવાઝનો સંપર્ક કરાયો નથી  

- નવાઝનું ટીવી જર્નાલિસ્ટ ચાંદ નવાબનું  પાત્ર બહુ પોપ્યુલર બન્યું હતું

મુંબઈ: સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' ફિલ્મનો બીજો  ભાગ  બની રહ્યો છે પરંતુ તેમાં નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી થઈ હોવાના સંકેત છે. ખુદ નવાઝુદ્દિન સિદ્દિકીએ કબૂલ્યું છે કે બીજા ભાગ માટે તેને હજુ સુધી કોઈ ઓફર આવી નથી. 

નવાઝે એક વાતચીતમાં કહ્યું હતું કે આ ફિલ્મનો બીજો ભાગ બનવાનો છે તેવી પણ તેને ખબર નથી. જોકે, તેણે કહ્યું હતું કે હું પહેલા ભાગમાં હતો એટલે બીજા ભાગમાં પણ મને કાસ્ટ કરવો  જ જોઈએ તેવો  મારો  કોઈ દુરાગ્રહ નથી. સ્ટોરી પ્રમાણે તેમને જરુર લાગશે તો તેઓ મને રોલ આપી  શકે છે. આ ફિલ્મમાં નવાઝે ટીવી જર્નાલિસ્ટ ચાંદ નવાબનો રોલ ભજવ્યો હતો. તેને આ રોલમાં બહુ પ્રશંસા મળી હતી. 

થોડા  સમય પહેલાં એવા અહેવાલો પણ હતા કે સલમાન હાલ 'બજરંગી  ભાઈજાન ટૂ'ને થોડા  સમય માટે મુલત્વી  કરી ગલવાન વેલીની લડાઈ પરની ફિલ્મને પ્રાધાન્ય આપી રહ્યો છે. 

Tags :