Get The App

નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો, સમગ્ર બોલીવૂડ ચોર છે

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો, સમગ્ર બોલીવૂડ ચોર છે 1 - image


- સાઉથમાંથી ગીતો, વાર્તાની ચોરી

- હોલીવૂડમાંથી પણ ચોરી, બેઠા સીન ઉઠાવાય છે, કોઈનેય લગીરેય શરમ પણ નથી

મુંબઇ : નવાઝુદ્દિન સિદ્દિકીએ હાલમાં એવો બળાપો કાઢ્યો છે કે સમગ્ર બોલીવૂડ ચોર છે. અહીં સૌ સાઉથમાંથી ગીતો, વાર્તા અને બેઠા સીન પણ તફડાવે છે. 

હોલીવૂડમાંથી પણ ધૂમ ચોરી થાય છે. આ ચોરી હવે બહુ જ સામાન્ય અને સહજ બની ચૂકી છે અને કોઈનેય તેના માટે શરમ પણ નથી. 

તેણે કહ્યું હતું કે બોલીવૂડમાં ક્રિએટિવિટી જેવું કશું રહ્યું ંનથી. સૌ કોઈ ઉઠાંતરીમાં જ મગ્ન છે. ચોરીને ક્રિએટિવિટી કહી શકાય નહિ. અહીં  સર્જનાત્મકતા સાવ ખાડે ગઈ છે. એક સ્ટોરી ચાલી જાય છે તો પાંચ વર્ષ સુધી તેની જ ફિલ્મો બન્યા કરે  છે.

 એક ફોર્મ્યૂલા હિટ થયા બાદ સમગ્ર ઉદ્યોગ તેની નકલ કર્યા કરે છે. તેણે કહ્યું હતું કે આ ઉદ્યોગ પાસેથી તેને કોઈ બબહુ  સારી અપેક્ષા નથી. અહીં સર્જનાત્મકતાની કદર નથી એટલે જ અનુરાગ કશ્યપ જેવા સર્જકોએ બોલીવૂડ છોડી દીધું છે. 

Tags :