અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળ્યા
- આ યુગલ એકબીજાને ડેટ કરી રહ્યું છે તેવી અફવા વચ્ચે એક જ કારમાં સાથે જોવા મળ્યા
મુંબઇ: સિદ્ધાંત ચતુર્વેદી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. હાલમાં તેઓ ફિલ્મસર્જક અમૃતપાલ સિંહ બિન્દ્રાની જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.
સિદ્ધાંત અને નવ્યા પ્રેમમાં હોવાની ઘણા સમયથી ચર્ચા છે. પરંતુ બન્નેએ આ બાબતે કોઇ પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ હવે તેઓ સાથે હોવાની વાતને છુપાવવા માંગતા નથી, તેવું ફિલ્મ સર્જક સોશિયલ મીડિયા પરની તસવીર પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. ફિલ્મસર્કની બર્થડે પાર્ટીમાંથી સિદ્ધાંત અને નવ્યા નવેલી નંદા સાથે બહાર નીકળ્યા હતા.તેમજ સિદ્ધાંતની કારમાં જ તેઓ પાર્ટીમાંથી રવાના થયા હતા. જોકે આ બન્ને પાર્ટીમાં આવ્યા ત્યારે પોતપોતાની રીતે અલગ અલગ આવ્યા હતા.
એક પાપારાત્ઝીએ બન્નેને એક કારમાં જતા જોઇને વીડિયો ઊતારી લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યાની સાથે કેપ્શન લખ્યું હતું કે, પ્રથમ વખત તેઓ જાહેરમાં સાથે જોવા મળ્યા છે. તેમજ આ સાથે હાર્ટનું પણ ઇમોજી મુક્યું હતું. સાથે તેણે લખ્યું હતું કે સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી મુંબઇમાં સાથે જોવા મળ્યા હતા. તેમના અફેરની ચર્ચા થોડા સમયથી થઇ રહી છે.