69th National Film Awards : બેસ્ટ ફિલ્મ રોકેટ્રી, અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર અને આલિયા-ક્રિતીને બેસ્ટ એક્ટ્રેસ, ગુજરાતી ફિલ્મો પણ છવાઈ
નામોની જાહેરાત નવી દિલ્હીમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી
આ વખતે 31 ફીચર, 24 નોન ફીચર, બેસ્ટ રાઈટિંગ આમ 3 કેટેગરીમાં આપવામાં આવ્યો હતો
Updated: Aug 24th, 2023
GS TEAM
નેશનલ ફિલ્મ એવોર્ડ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવા માટે દેશના સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર સમારોહમાંનો એક છે. આજે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામની જાહેરાત જ્યુરી સભ્યો દ્વારા કરવામાં આવી છે. આ નામોની જાહેરાત નવી દિલ્હીમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 માટેની આ વખતની જ્યુરી સમિતિમાં યતેન્દ્ર મિશ્રા, કેતન મહેતા, નીરજ શેખર, બસંત સાઈ અને નાનુ ભસીનનો સમાવેશ થયો હતો. આ એવોર્ડ આ વખતે 31 ફીચર, 24 નોન ફીચર, બેસ્ટ રાઈટિંગ આમ 3 કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. જે વર્ષ 2021ની ફિલ્મો પર આધારિત હતું.
શ્રેષ્ઠ ફિચર ફિલ્મ
રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ
સરદાર ઉધમ
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ
છેલ્લો શો
શ્રેષ્ઠ મિશિંગ ફિલ્મ
બૂમ્બા રાઈડ
શ્રેષ્ઠ આસામી ફિલ્મ
અનુર
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ
કલ્કોક્કો
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ
777 ચાર્લી
શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ
સમંતર
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ
એકદા કાયજાલાબેસ્ટ
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ
હોમ
શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ
પ્રતિક્ષા
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ
ઉપ્પેના
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ
કદૈસી વિવાસયી
શ્રેષ્ઠ ઈન્વેસ્ટિગેશન ફિલ્મ
લુકિંગ ફોર ચલાન
શ્રેષ્ઠ એક્સપ્લોરેશન ફિલ્મ
આયુષ્માન
શ્રેષ્ઠ એજ્યુકેશનલ ફિલ્મ
સીરપીગલીન સીરપંગલ
શ્રેષ્ઠ શોર્ટ ફંક્શન ફિલ્મ
દાળ ભાત (ગુજરાતી ફિલ્મ)
શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ
કંડીત્તુંડુ
શ્રેષ્ઠ ફિલ્મ (કૌટુંબિક મુલ્ય)
ચંદ સાંસે
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ
એક થા ગાંવ
બેસ્ટ એક્ટ્રેસ
આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને કૃતિ સેનન (મિમી)
ગાંધી એન્ડ કંપનીના ડાયરેક્ટર સાથે કરેલી ખાસ વાતચીત
નેશનલ એવોર્ડ જીત્યાબાદ ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપનીના ડાયરેક્ટરે ગુજરાત સામચાર સાથે કરેલી ખાસ વાતચીત દરમિયાન ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એવોર્ડ પૂરો થવાનો અને બહાર આવવાનો વિચાર હતો, પરંતુ અચાનક ગાંધી એન્ડ કંપની તરીકે શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મની જાહેરાત કરવામાં આવી. ઓછા બજેટવાળી ફિલ્મને આટલો મોટો એવોર્ડ મળ્યો હોવાથી ખૂબ સરસ લાગી રહ્યું છે. આજે મારો બીજો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો, મને અત્યંત ખુશી થાય છે. ગુજરાતી ફિલ્મો હવે દેશની તમામ ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહી છે. નેશનલ એવોર્ડ જીત્યા બાદ હજુ સુધી કોઈ હિન્દી ફિલ્મો કરવા માટે વિચારી રહ્યો નથી, ગુજરાતીને વળગી રહીશ કારણ કે તે એ ભાષા છે જેના દ્વારા હું મારી અંગત સ્ટોરીઓ લોકો સુધી પહોંચાડી શકું છું.