Get The App

'નેશનલ એવોર્ડ વિનર' અભિનેત્રી ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન

Updated: Apr 13th, 2023

GS TEAM


Google News
Google News
'નેશનલ એવોર્ડ વિનર' અભિનેત્રી ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન 1 - image


- બાવકર ગોવિંદ નિહલાનીની તમસમાં તેની ભૂમિકા બાદ ચર્ચામાં આવી હતી

મુંબઈ, તા. 13 એપ્રિલ 2023, ગુરૂવાર

પ્રખ્યાત અભિનેત્રી અને થિયેટર કલાકાર ઉત્તરા  બાવકરનું નિધન થઈ ગયુ છે. તેમણે લાંબી બીમારી બાદ મહારાષ્ટ્રના પુણે શહેરમાં 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમના પરિવારના નજીકના સૂત્રોએ આપી હતી. બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉત્તરાએ મૃણાલ સેનની એક દિન આચાનક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેમણે રુક્માવતી કી હવેલી, સરદારી બેગમ, તક્ષક, દોર, આજા નચલે, 8 x 10 તસવીરો, લેસન ઈન ફર્ગેટિંગ, સંહિતા જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. 

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD)માં અભિનયનો અભ્યાસ કરનાર ઉત્તરાએ 'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના, નાટ્યકાર ગિરીશ કર્નાડની 'તુગલક'માં માતા જેવા નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. બાવકર ગોવિંદ નિહલાનીની તમસમાં તેની ભૂમિકા બાદ ચર્ચામાં આવી હતી. તેમણે સુમિત્રા ભાવેની ફીચર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તે ઉડાન, અંતરાલ, એક્સ ઝોન, રિશ્તે કોરા કાગઝ, નજરાના, જસ્સી જૈસી કોઈ નહીં, કશ્મકશ જિંદગી કી અને જબ લવ હુઆ જેવા લોકપ્રિય ટીવી શોમાં નજર આવી ચૂકી છે.

ફિલ્મ નિર્માતા સુનીલ સુકથંકરે કહ્યું કે, તેમણે તેમની સાથે લગભગ 8 ફિટર ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેમની લાંબા સમયની સહયોગી રહેલી સુમિત્રા ભાવે તેમને એક એવી અભિનેત્રીના રૂપમાં માને છે જે મજબૂત મહિલા પાત્રો નિભાવી શકે છે. તેમણે અમારી ફિલ્મોમાં વિવિધ પ્રકારની સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી અને તે શિસ્તબદ્ધ અભિનેત્રી હતી. 

Tags :