નસીરુદ્દિન શાહનો જે આરડી ટાટા તરીકેનો લૂક વાયરલ
- ઓટીટી પર બાયોપિક પ્રસારિત થશે
- રોબી ગ્રેવાલ દિગ્દર્શિત સીરિઝમાં જિન સર્ભ સહિતના કલાકારો
મુંબઇ : નસીરુદ્દિન શાહ ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સીરિઝ આવતાં વર્ષે ઓટીટી પર રીલિઝ થશે.
જેઆરડી ટાટાના જન્મદિને આ સીરિઝમાં નસીરુદ્દિન શાહનો લૂક રીલિઝ કરવામાં આવ્યો હતો. નેટયૂઝર્સ દ્વારા તેના લૂકની પ્રશંસા કરાઈ હતી. સીરિઝમાં જિમ સર્ભ સહિતના કલાકારો પણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોબી ગ્રેવાલ આ સીરિઝનું દિગ્દર્શન કરી રહ્યા છે જ્યારે કરણ વ્યાસે તેની સ્ક્રિપ્ટ લખી છે.