અંબાણી-અદાણી પાસે પણ નથી એટલી મોંઘી કાર આ યંગ બિઝનેસમેને ખરીદી, કિંમત ચોંકાવનારી
નસીર ખાને દુનિયાની સૌથી મોંઘી ગાડી ખરીદી
આ ગાડીની કિમત અંદાજિત 12 કરોડ રૂપિયા છે
IMAGE: Instagram |
McLaren 765 LT સ્પાઈડર કાર કે જે દુનિયાની સૌથી મોંઘી ગાડી છે. તે હૈદરાબાદના એક બિઝનેસમેને ખરીદી છે. આ બિઝનેસમેનનું નામ નસીર ખાન છે. તેને તાજેતરમાં જ ગાડીનો વીડિઓ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે વીડિઓને એક લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે.
આ ગાડીની કિમત અંદાજે 12 કરોડ રૂપિયા હોય શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ સુધી આ ગાડી ભારતમાં આવી નથી નસીર ખાન કદાચ પહેલા ખરીદદાર હશે. આ ગાડીની ડિલીવરી તેમને હૈદરાબાદના ફલકનુમા પેલેસમાંથી મળી છે.
ઈન્સ્ટાગ્રામ પણ વીડિઓ શેર કરતા તેમણે લખ્યું કે, MCLAREN 765LT સ્પાઈડરનું ઘરમાં સ્વાગત છે. આ સુંદર ગાડી એક આલીશાન જગ્યાથી મળી છે.
અહેવાલ મુજબ, 765LT સ્પાઈડર સૌથી ઝડપી ગાડી છે. આ ગાડી વિશે અલગ વાતએ છે કે ગાડીની છત ફક્ત 11 સેકંડમાં ખુલ્લી જઈ છે. આ કારમાં 4.0 લીટર ટ્વીન ટર્બોચાર્જડ V8 પેટ્રોલ એન્જિન છે અને કારનું એન્જિન 765 પીએસ પાવર જેનરેટ કરે છે.
નસીર ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ પપુલ છે. ઇન્સ્ટાગ્રામ પર નસીર લગભગ 4 મિલિયન ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાને કારના કલેક્ટર અને ઉદ્યોગસાહસિક તરીકે વર્ણવે છે. તે મોંઘી કારના ફોટા અને વીડિયો પણ શેર કરતો રહે છે.