Nana patekar News : નાના પાટેકરે એસએસ રાજામૌલીની 'SSMB 29'માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ફિલ્મ આશરે 1000 કરોડના બજેટમાં બની રહી છે. તેમાં ફક્ત 15 દિવસનાં શૂટિંગ માટે નાના પાટેકરને 20 કરોડ રુપિયાની ઓફર થઈ હોવાનું કહેવાય છે.
જોકે, નાનાએ રોલ પસંદ ના હોવાનું કારણ જણાવીને વિનમ્રતાથી ઓફર ઠુકરાવી દીધી છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા તથા પૃથ્વીરાજ સુકુમારન સહિતના કલાકારોની આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થઈ ગયું છે. હૈદરાબાદમાં શૂટિંગ પુરૂ કર્યા પછી ફિલ્મની ટીમ ઓડિસા ગઈ હતી.
રાજામૌલીએ ગયા વરસે નાના પાટેકરનો સંપર્ક કર્યો હતો . નાના સાથે વાતચીત કરવા ફિલ્મ સર્જક હૈદરાબાદથી નાના પાટેકરના પુણેના ફાર્મહાઉસ પહોંચ્યો હતો. જ્યાં તેણે નાના પાટેકરને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. જોકે, નાનાએ પોતાને રોલ પસંદ નહિ હોવાનું જણાવી દીધું હતું.


