Get The App

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.. સીરિયલમાં 'બબીતા'નો રોલ કેવી રીતે મળ્યો? મુનમુન દત્તાએ ફોડ પાડ્યો

Updated: Jan 6th, 2025

GS TEAM

Google News
Google News
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.. સીરિયલમાં 'બબીતા'નો રોલ કેવી રીતે મળ્યો? મુનમુન દત્તાએ ફોડ પાડ્યો 1 - image


Munmun Dutta: ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ મુનમુન દત્તા કરી રહી છે. આ ટીવી શો ના દરેક પાત્રો ઘર-ઘરમાં જાણીતા છે. મુનમુન દત્તા વર્ષોથી આ શો નો હિસ્સો છે. ત્યારે હવે હાલમાં જ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન મુનમુન દત્તાના ઘરે પહોંચી હતી. ફરાહ ખાન તેની પાસેથી બંગાળી ડિશ બનાવતા પણ શીખી. આ દરમિયાન ફરાહે એક્ટ્રેસને તેના શરૂઆતના દિવસો અંગે સવાલ કર્યા હતા. મુનમુનને પૂછ્યું કે આખરે તારહ મહેતા શો માં તને કામ કેવી રીતે મળ્યું હતું. તેનો જવાબ આપતા મુનમુને કહ્યું કે, મેં આ શો માટે ઓડિશન્સ આપ્યા હતા. ઓડિશન આપ્યા બાદ જ મને આ શો માં કામ મળ્યું હતું. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં એક શો કર્યો હતો. ત્યારે હું માત્ર 17 વર્ષની હતી. 

શાહરૂખ ખાન સાથે એડમાં કામ કર્યું 

એક્ટ્રેસે નાની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને અનેક એડ અને ફિલ્મ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. મુનમુને શાહરૂખ ખાન સાથે પણ એક એડમાં કામ કર્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસે કિંગ ખાન સાથે કામ કરવા અંગેનો પોતાનો અનુભવ ફરાહ ખાન સાથે શેર કર્યો હતો.

આ પણ વાંચો: 'તમે વોટ આપ્યો એટલે મારા માલિક નથી બની ગયા...' મંચ પરથી અજિત પવારનું વિવાદિત નિવેદન

શાહરૂખ ખાન મુનમુન દત્તાનો બાળપણનો ક્રશ

એક્ટ્રેસે આગળ કહ્યું કે, મેં 'હમ સબ બારાતી' શો કર્યો હતો. એક્ટિંગ ફિલ્ડમાં તે મારો પહેલો અનુભવ હતો. મને ખબર જ નહોતી કે એક્ટિંગ કેવી રીતે કરવાની હોય છે. શાહરૂખ ખાન સરની અંદર તારક મહેતા શો માટે એક અલગ જ સ્થાન છે. તેઓ અમારા બધાની ઈજ્જત કરે છે. તે મારો બાળપણનો ક્રશ પણ રહી ચૂક્યો છે. લોકોનું કહેવું છે કે, તમારે તમારા ક્રશને ન મળવું જોઈએ, પરંતુ શાહરૂખ સરને મળ્યા બાદ તો હું તેને વધુ પ્રેમ કરવા લાગી. 

Tags :