'હું તો એના કરતા વધુ સુંદર હતી, મારી પાસે એવોર્ડ પણ વધારે..' શર્મિલા ટાગોર સાથે દુશ્મની અંગે મુમતાઝનું રિએક્શન
Mumtaz Spoke on Cat Fight with Sharmila Tagore: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત ફિલ્મો જ નથી બનતી પરંતુ સંબંધો પણ બનતા અને બગડતા હોય છે. કેમેરા પાછળ ઘણું બધું બને છે. કોઈ કોઈના પ્રેમમાં પડે છે તો કોઈનું બ્રેકઅપ થાય છે. કેટલાક લોકો પોતાના સુખ-દુઃખ વહેંચવા માટે મિત્રો શોધે છે, જ્યારે કેટલાક દુશ્મનાવટથી બરબાદ થઈ જાય છે. એવામાં 70-80ના દાયકાની ટોચની અભિનેત્રીઓ, મુમતાઝ અને શર્મિલા ટાગોર સાથે પણ આવી જ ઘટના બનેલી છે. બંને વચ્ચેના મતભેદની ચર્ચા આજે પણ થાય છે. જાણીએ શું છે તેનું કારણ...
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે તે જ યુગની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેના પોતાના મતભેદ વિશે ખુલ્લીને વાત કરી છે. તેમણે શર્મિલા ટાગોર સાથે મતભેદ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા. જો કે મુમતાઝે પોતે અગાઉ કહ્યું હતું કે, 'હું અને શર્મિલા ક્યારેય મિત્રો ન બની શકીએ કે ક્યારેય સાથે હેંગ આઉટના કરી શકીએ.'
મને તેનાથી ઈર્ષ્યા નહોતી: મુમતાઝ
ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી મુમતાઝે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શર્મિલા ટાગોર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે કહ્યું, 'દુશ્મની કઈ વાતની? મારે શર્મિલા સાથે કોઈ લેવાદેવા નથી. તે તેના સમયમાં ટોપ પર હતી. હું પણ ટોપ પર હતી. મારી પાસે એના કરતા વધુ એવોર્ડ છે. તમે મારા એવોર્ડ ગણી શકો છો. તેના કરતા એક કે બે ફોટો વધુ મળી જશે. પણ મને વધુ એવોર્ડ મળ્યા છે. હું દેખાવમાં સુંદર હતી. તે પણ સુંદર હતી તો ઈર્ષ્યા કઈ વાતની? મને ક્યારેય તેની ઈર્ષ્યા નહોતી થઈ. મને ખબર નથી કે લોકો કેમ વિચારતા હતા કે અમારી વચ્ચે મતભેદ છે. હું તમને પૂછવા માંગુ છું કે આવું કેમ હતું?'
હું ક્યારેય શર્મિલાથી ક્લોઝ રહી નથી
આ પછી જયારે મુમતાઝને પૂછવામાં આવ્યું કે, 'જ્યારે સૈફ પર હુમલો થયો, ત્યારે તમે શર્મિલાને ફોન કર્યો હતો?' આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું- 'ના, કેટલા લોકો મૃત્યુ પામ્યા.' મેં કોઈને ફોન નથી કર્યો. કારણ કે મને કામ છોડ્યાને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હું લંડન, કેન્યા, યુગાન્ડામાં રહી છું. મારા પતિ જ્યાં પણ જાય. મુંબઈ તો હું 6 મહિને એકવાર આવું છું, કારણ કે મારો જન્મ અહીં થયો છે અને મને ભારત પસંદ છે. આજે હું જે કંઈ છું તે ભારતના કારણે છું. ભારતમાં દરેક વ્યક્તિ મને ખૂબ પ્રેમ કરે છે.'
આ પણ વાંચો: સની દેઓલ બોર્ડર ટૂના શૂટિંગ માટે દહેરાદૂન પહોંચી ગયો
આ ઉપરાંત, મુમતાઝે કહ્યું, 'હું ક્યારેય શર્મિલાથી ક્લોઝ રહી નથી. અમારી વચ્ચે મિત્રતા નહોતી. અમે અમારા પોતાના ઝોનમાં હતા. અમે 'સાવન કી ઘટા' નામની ફિલ્મમાં કામ કર્યું, ફિલ્મમાં તે હિરોઈન હતી અને હું સાઇડ એક્ટ્રેસ હતી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારો એક નાનો રોલ હતો. ફિલ્મમાં અમારા ઘણા સીન સાથે હતા.'