Get The App

સુશાંત સિંહ કેસમાં મુંબઇ પોલીસની આ ઘોર બેદરકારી બહાર આવી

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
સુશાંત સિંહ કેસમાં મુંબઇ પોલીસની આ ઘોર બેદરકારી બહાર આવી 1 - image

મુંબઇ, 2 ઓગસ્ટ 2020 રવિવાર

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મામલે મુંબઇ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ખબર છે કે, મુંબઇ પોલીસએ અજાણતા દિશા સાલયાન સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ કરી દીધુ છે.

અહી સુધી કે બિહાર પોલીસને દિશાનું કોમ્પ્યુટર/ લેપટોપ પણ આપવામાં આવતુ નથી. જ્યારે બિહાર પોલીસે કહ્યું કે, તેમને લેપપોટ આપવામાં આવે તો તે ફોલ્ડર ફરીથી પાછુ લાવી શકે છે.

મુંબઇ પોલીસે આ કેસમાં જે પ્રાકરનાં નિવેદન બિહાર પોલીસ સામે મુક્યા છે તે જોતા મુંબઇ પોલીસની કાર્યપ્રણાલી પર શંકા ઉભી થાય તેવા છે.

માહિતી મુજબ, બિહાર પોલીસની ટીમ શનિવારે સાંજે માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે કેટલીક માહિતી લેવા પહોંચી હતી. સૂત્રો મુજબ, મુંબઇ પોલીસનાં તપાસ અધિકારી તમાંમ જાણકારી મોઢે મોઢ આપી રહ્યાં હતાં. ત્યારે મુંબઇ પોલીસને બિહારનાં તાપસ અધિકારીને કોઇ ફોન આવ્યો જે બાદ તમામ ચીજો બદલાઇ ગઇ.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર તે બાદ મુંબઇ પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે તેમનાંથી અજાણતા દિશા સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ થઇ ગયુ છે જે બાદ બિહાર પોલીસે તે કોમ્પ્યુટર/ લેપટોપ પણ માંગવામાં આવ્યું જોકે તે પણ મુંબઇ પોલીસ દ્વારા આપવામાં આવ્યું નથી.

તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે જોડાયેલી માહિતી જારી થઇ હતી. તે મુજબ આ મામલાનાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરે જે શરૂઆતી પૂરાવા આપ્યા હતાં તેમાં તે રિપોર્ટનો ઉલ્લેખ સુદ્ધા નહોતો થયો.

તે સાથે જ સુશાંતનાં ઘરે તે દિવસની વીડિયોગ્રાફરે શું રેકોર્ડ કર્ય તેની જાણકારી પણ રિપોર્ટમાં ન હતી. અહી સુધી કે ડેડ બોડીને હાઇટ કે કોઇ આડેન્ટિટી માર્ક પણ રિપોર્ટમાં ન હતો.

Tags :