- એક એડમાં બંનેને સાથે જોઇ નેટીઝન્સ વીફર્યાં
- મહિનાઓ સુધી જાહેરમાં એકબીજાને ઝાટક્યા પછી સાથે એડવર્ટાઇઝ કરી ચાહકોને બનાવ્યા
મુંબઈ : સમય રૈનાને કુત્તે કી દુમ કહી નવાજનાર શક્તિમાન મુકેશ ખન્નાએ તેની સાથે એક કમર્શિયલ કરી લેતાં નેટીઝન્સ વિફર્યાં છે. એકમેકની છે ક એપ્રિલ મહિનાથી ટીકા કરનારા બંને જણાં એકસાથે એક એડમાં દેખાતાં તેમના ચાહકોને છેતરાઇ ગયા હોવાની લાગણી થઇ છે. એપ્રિલ મહિનામાં સમય રૈનાએ મુકેશ ખન્નાની મશ્કરી કરતાં જણાવ્યું હતું કે શક્તિમાન આ ગયા થા ઉસ ટાઇમ. શક્તિમાન સે કૈસે લડેંગે ભાઇ, બચ્ચો કા કૈસા હોગા એસા કન્ટેન્ટ દેખ કે. શક્તિમાન ફાક ફાક ફાક કર કે બચ્ચો કો મારતા થા. જેના જવાબમાં શક્તિમાન મુકેશ ખન્નાએ જણાવ્યું હતું, કુત્તે કી દુમ ટેડી રહેતી હૈ. ઉસે લાખ શીશીયોૅમેં રખો, બહાર નીકાલો, ફિર ટેડી કી ટેડી. સમય રૈના ભી એક દુમ હૈ. કિતની ભી મારો , સીધા કરો, વો વાપસ ટેડી હો જાતી હૈ.
તેણે આગળ જણાવ્યું હતું, અબ ઇક હી ચીઝ બાકી હૈ, ઉસકા મુંહ કાલા કર કે ગધે પર બિઠા કર દેશ ભર કે શેહરોમેં,ગલીયોં મેં ઉસકી પરેડ કરની ચાહિયે જહાં બચ્ચે ઉસ કો અંડે ટમાટર મારેં ક્યોં કિ ઉસને શક્તિમાન કા અપમાન કિયા હૈ.
એડમાં બંનેને સાથે જોતાં જ ચાહકોએ પ્રતિક્રિયા આપી હતી કે કોઇએ કલ્પના ન કરી હોય એવો સહકાર, બીજાએ સીધું જ કહ્યું કે, શક્તિમાન ભી બિક ગયા.


