Get The App

ધોનીએ સાઉથના કોમેડિયન સ્ટાર યોગી બાબુને ક્રિકેટ બેટ ગિફ્ટમાં આપ્યુ

Updated: Feb 16th, 2023

GS TEAM


Google News
Google News

ધોનીએ સાઉથના કોમેડિયન સ્ટાર યોગી બાબુને ક્રિકેટ બેટ ગિફ્ટમાં આપ્યુ 1 - image

મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ઓટોગ્રાફ વાળુ બેટ તમિલ સ્ટાર યોગી બાબુને ગિફ્ટમાં આપ્યુ છે. આ તે જ બેટ છે, જેનાથી ધોનીએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. સ્ટાર કોમેડિયન અને અભિનેતાને એક બેટ સાથે પોઝ આપતા જોઈ શકાય છે. જેની પર ધોનીએ ઓટોગ્રાફ આપ્યો છે. યોગી બાબુની બેટ સાથેની તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યોગી બાબુ ધોનીના એન્ટરટેઈનમેન્ટ ડેબ્યૂ વેન્ચર 'LGM- લેટ્સ ગેટ મેરિડ' માં જોવા મળશે. 

ધોનીએ એન્ટરટેઈનમેન્ટની પહેલી ફિલ્મ 'લેટ્સ ગેટ મેરિડ' ની જાહેરાત ગયા મહિને 27 જાન્યુઆરીએ કરી હતી. આ ફિલ્મમાં યોગી બાબુ, હરીશ કલ્યાણ, ઈવાના અને નાદિયા છે. આ ફિલ્મ એક પારિવારિક કોમેડી છે. આનો આઈડિયા સાક્ષી સિંહ ધોનીએ આપ્યો હતો, જે ધોની એન્ટરટેઈનમેન્ટની એમડી પણ છે.

યોગી બાબુને ક્રિકેટ પ્રત્યે ખૂબ આકર્ષણ છે. તેઓ ઘણીવાર શૂટિંગ દરમિયાન અને શૂટિંગ વિના પણ ક્રિકેટ રમતા રહે છે. યોગી બાબુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ધોનીનો આ ગિફ્ટ માટે આભાર માની રહ્યા છે. 

દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે તૈયારીઓમાં લાગી ગયા છે. મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝન બાદ આઈપીએલ 2023 રમવામાં આવશે. મળતી માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીની ખેલાડી તરીકે અંતિમ આઈપીએલ સિઝન હોઈ શકે છે. જોકે, ધોની કે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ પણ ઈશારો આપવામાં આવ્યો નથી. જોકે, એ વાતનો અંદાજો એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કેમ કે આઈપીએલ 2023ના મિની ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને ખરીદ્યા છે અને કહેવામાં આવી રહ્યુ છે કે ધોની બાદ સીએસકેની કમાન સ્ટોક્સને સોંપી શકાય છે.

Tags :