ટીવીથી ફિલ્મોમાં લોકપ્રિય બનેલી મૃણાલ ઠાકુરનું નેટવર્થ કરોડોમાં
- બોલીવૂડ તેમજ દક્ષિણમાં નામના મેળવનાર
- 33 કરોડની સંપત્તિ અને વૈભવી કારોની માલિક મૃણાલ પોતાની ફેશન માટે પ્રસિદ્ધ
મુંબઇ : લાઈફસ્ટાઈલ એશિયા અનુસાર મૃણાલની કુલ સંપત્તિ લગભગ ૩૩ કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને મહિને લગભગ ૬૦ લાખ જેટલા કમાય છે. ઉપરાંત મૃણાલને લક્ઝરી કારોનો પણ જબરો શોખ છે. તેની પાસે હોન્ડા એકોર્ડ, ટોયોટા ફોર્ચ્યુનર અને મર્સિડિઝ બેન્ઝ ૪૫૦ જેવી વૈભવી કારો છે.
અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની નવી ફિલ્મ 'સન ઓફ સરદાર ટુ'ને કારણે સમાચારમાં ચમકી રહી છે.
૧લી ઓગસ્ટે રજૂ થયેલી સન ઓફ સરદાર ટુએ પહેલા દિવસે ૬.૭૫ કરોડનું કલેક્શન કર્યું છે. અજય દેવગણ સાથે સ્ક્રીન શેર કરનાર મૃણાલે ૨૦૧૨માં ટીવી શો 'મુઝસે કુછ કહતી યહ ખામોશિયાં'થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કી.
'કુમકુમ ભાગ્ય'માં બુલબુલના પાત્રએ તેને ઘર ઘરમાં લોકપ્રિય બનાવી દીધી.
ત્યાર પછી 'નચ બલિયે ૭' અને 'અર્જુન' જૈવા શોમાં પણ તે જોવા મળી.
૨૦૧૮માં 'લવ સોનિયા'થી ફિલ્મોમાં પગરણ કર્યા જેમાં તેણે માનવ તસ્કરીથી પીડિત યુવતીની કઠિન ભૂમિકા નિભાવી. ૨૦૧૯માં ઋતિક રોશન સાથે 'સુપર ૩૦' તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પછી 'બાટલા હાઉસ', 'તુફાન', 'જર્સી', 'લસ્ટ સ્ટોરીઝ ટુ' જેવી ફિલ્મોમાં તેણે દમદાર પરફોર્મન્સ આપ્યો.
બોલીવૂડ ઉપરાંત મૃણાલે દક્ષિણમાં પણ 'સીતા રામમ' અને 'હાય નાના' જેવી હિટ ફિલ્મોમાં પોતાની ઓળખ સ્થાપિત કરી. પોતાની ક્લાસી અને બોલ્ડ ફેશન સેન્સ માટે કાયમ ચર્ચામાં રહેતી મૃણાલ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલિશ અદાને કારણે યુવા ફેશનની આઈકન બની ચુકી છે.