- બંનેની સાથે તસવીર વાયરલ થતાં ચર્ચા
- આ જોડી સીતા રામન ટુ માટે કે પછી નવી ફિલ્મમાં સાથે જોવા મળશે તે અંગે અટકળો
મુંબઈ : મૃણાલ ઠાકુર અને દુલકિર સલમાનની એક તસવીર વાયરલ થઇ છે. તેના પરથી બન્ને ફરી સાથે કામ કરશે તેવી અટકળ થઇ રહી છે.
વાયરલ થયેલી તસવીરમાં બન્ને જણા એક છત્રી પકડીને સાથે જોવા મળ્યા હતા. આ પરથી લોકોમાં અટકળો શરુ થઈ છે કે આ જોડી 'સીતા રામન ટ'ુમાં સાથે જોવા મળશે કે પછી કોઇ નવા પ્રોજેક્ટ માટે ભેગા થયા છે ? સાથેસાથે અફવા એવી પણ છે કે, મૃણાલ અને દુલકર એક નવા પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે જે એક સાયન્સ ફિકશન થ્રિલર હશે. જોકે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મૃણાલને એક પછી એક નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. રામ ચરણની ફિલ્મ 'પેડ્ડી'ના એક આઇટમ સોન્ગ માટે તેને ફાઇનલ કરવાની ચર્ચા છે. આ સોન્ગ માટે રશ્મિકા મંદાનાને ઓફર આપવામાં આવી હતી જે તેણે સ્વીકારી નહોતી. તેથી આ ગીત માટે મૃણાલ ઠાકુરનું નામ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, 'સીતા રામન' ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થઇ હતી. જેમાં આ જોડીએ કામ કર્યું હતું. તેથી ફરી તેઓ આ ફિલ્મની સીકવલ માટે સાથે આવી રહ્યા હોવાની અટકળ થઇ રહી છે.
જોકે સીતા રામનના નિર્માતા વિજયંતી મૂવીઝે હાલ આ ફિલ્મની સીકવલની કોઇ યોજના કરી ન હોવાની જાણકારી છે. થોડા દિવસો પહેલા મૃણાલ ઠાકુરે જણાવ્યું હતુ ંકે, તે એક તેલુગુ ફિલમ પર કામ કરી રહી હોવાથી ત વારંવાર હૈદરાબાદ જઈ રહી છે.


