મૃણાલ ઠાકુર અને અદિવિ શેષને શૂટિંગ વખતે ઈજા
- ડકૈતના એક્શન સીન વખતે ઘાયલ થયાં
- જોકે, સેટ પર જ પ્રાથમિક સારવાર લીધા બાદ બાકીનું શૂટિંગ પૂરું કર્યું
મુંબઇ : મૃણાલ ઠાકુર અને અદિવિ શેષને હૈદરાબાદમાં 'ડકૈત' ફિલ્મનાં શૂટિંગ વખતે ઈજા થઈ હતી. એક એક્શન ફિલ્મ શૂટ કરતી વખતે તેમને ઈજા થઈ હતી. જોકે, પ્રાથમિક સારવાર બાદ બંનેએ ફરી શૂટિંગ શરુ કરી દીધું હતું. બંનેને ઈજા થઈ હોવાના અહેવાલો પ્રસરતાં ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. જોકે, બાદમાં બંને કલાકારોને થયેલી ઈજા નજીવી હોવાની વાત બહાર આવતાં ચાહકોએ રાહતની લાગણી અનુભવી હતી.