Get The App

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહેલું Moye Moye ગીતનો અર્થ શું છે?

Updated: Nov 27th, 2023

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહેલું Moye Moye ગીતનો અર્થ શું છે? 1 - image

નવી દિલ્હી,તા. 27 નવેમ્બર 2023, સોમવાર

સોશિયલ મીડિયા પર ‘મોયે મોયે’ તમામ પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના પર રીલ બનાવવામાં વ્યસ્ત થઇ ગયુ છે, પરંતુ શું તમે જાણો છો કે આ શું છે ‘મોયે મોયે’ ? તેનો અર્થ શું થાય છે? 

આ સર્બિયન ગીત છે. વાસ્તવમાં આ ગીત ‘મોયે મોરે’ છે, પરંતુ ભારતમાં તેને ‘મોયે મોયે’ તરીકે ઉચ્ચારવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ ગીતનો ક્રેઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok થી શરૂ થયો હતો અને પછી થોડા દિવસોમાં તે Instagram, Facebook, Twitter અને YouTube જેવા અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ ગયો હતો. આ ગીતે વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.

મૂળ ગીત ‘મોયે મોરે’

અહેવાલો અનુસાર, ત્રણ મિનિટનું આ વાયરલ ગીત ‘મોયે મોરે’ સર્બિયન ગાયક અને ગીતકાર તેયા ડોરાએ ગાયું છે. જો કે આ ગીતનું અસલી નામ ‘મોયે મોરે’ કે ‘મોયે મોયે’ નથી પરંતુ ગીતનું ઓફિશિયલ શીર્ષક ‘ડઝાનમ’ છે. ગીતના બોલ સર્બિયન રેપર સ્લોબોડન વેલ્કોવિકે કોબી સાથે મળીને કંપોઝ કર્યું હતું, જ્યારે લોકા જોવાનોવિકે સૂર કંપોઝ કર્યો હતો, જે હવે લોકોના મનમાં છવાઈ ગયો છે. આ ગીતને યુટ્યુબ પર 57 મિલિયન એટલે કે 5.7 કરોડથી વ્યુઝ મળ્યા છે. ગીતનો અર્થ શું છે?

રિપોર્ટ્સ અનુસાર, સર્બિયામાં ‘મોર’ નો અર્થ ‘દુઃસ્વપ્ન’ છે. આ ગીતમાં અધૂરી આકાંક્ષાઓની પીડા, નિરાશા અને વાંરવાર આવતા દુઃસ્વપ્નો સામે લડતા, નિરાશા અને એકલતાની લાગણીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ભલે લોકોને આ ગીતનો અર્થ ખબર ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ચોક્કસ સેન્સેશન બની ગયું છે.