Get The App

લવ સેક્સ ઔર ધોખા ટુમાં મૌની રોયનો કેમિયો

Updated: Feb 23rd, 2024

GS TEAM

Google News
Google News
લવ સેક્સ ઔર ધોખા ટુમાં મૌની રોયનો કેમિયો 1 - image


- એકતાએ પોતાની ફેવરિટ હિરોઈનને તક આપી

- ટીવી સ્ટાર મૌનીની બોલીવૂડ આઈટમ સોંગ અને કેમિયો પૂરતી  સિમિત

મુંબઇ : એક્તા કપૂરની 'લવ સેક્સ ઔર ધોખા ટૂ'માં મૌની રોયનો કેમિયો જોવા મળશે. એક્તા કપૂરની અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી મૌની તેની ફેવરિટ સ્ટાર છે. 

આ કેમિયો દ્વારા એકતાએ મૌનીને બોલીવૂડ ફિલ્મમાં વધુ એક તક આપી છે. ટીવીની ટોચની સ્ટાર રહેલી મૌની લાંબા સમયથી  બોલીવૂડમાં સ્થાન જમાવવા પ્રયાસ કરે છે. પરંતુ મોટાભાગે ફિલ્મોમાં તેને કેમિયો અથવા તો આઈટમ સોંગના જ રોલ મળે છે. 'બ્રહ્માસ્ત્ર' પાર્ટ વનમાં તેનો નોંધપાત્ર રોલ હતો પરંતુ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા  સ્ટાર્સની હાજરી ધરાવતી ફિલ્મમાં મૌનીની ખાસ નોંધ લેવાઈ ન હતી. આ પહેલાં કેજીએફ વનનાં હિન્દી વર્ઝનમાં પણ તે આઈટમ સોંગમાં જ જોવા મળી હતી. 

'લવ સેક્સ ઔર ધોખા'ના બીજા ભાગમાં મૌનીના રોલ વિશે વધારે વિગતો પ્રગટ કરવામાં આવી નથી. એવો દાવો  કરવામાં આવ્યો  છે કે ફિલ્મમાં તેનો રોલ બહુ નાનો પરંતુ મહત્વનો હશે. 

Tags :